અક્ષય કુમારની ફિલ્મ `ઓહ માય ગૉડ 2` નું પોસ્ટર રિલીઝ

0
21

પોસ્ટરમાં અક્ષય કુમાર  ભગવાન શિવના અવતારમાં જોવા મળી રહ્યાં છે.

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ `ઓહ માય ગૉડ 2` નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.  પોસ્ટરમાં અક્ષય કુમાર  ભગવાન શિવના અવતારમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ પણ આજથી શરૂ થઈ ગયું છે.  પહેલી ઓહ માય ગોડ ફિલ્મમાં અક્ષય કુમાર શ્રી કૃષ્ણના રોલમાં જોવા મળ્યા હતાં.

આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભમિકામાં દેખાશે. `ઓહ માય ગૉડ 2` ફિલ્મનું પોસ્ટ અભિનેતા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે. પોસ્ટર શેર કરતાં અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, `કર્તા કરે ના કર શકે શિવ કરે સો હોય`

આ સાથે અક્ષય કુમારે વધુમાં લખ્યું કે, ઓહ માય ગોડ 2 માટે અમને તમારા બધાના આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે. એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દા પર પ્રતિબિંબિત કરવાનો અમારો નિષ્ઠાવાન અને નમ્ર પ્રયાસ. આદિયોગીની શાશ્વત ઉર્જા આપણને આ યાત્રા દ્વારા આશીર્વાદ આપે. સર્વત્ર શિવ.

ફિલ્મનું શૂટિંગ ઉજ્જૈનના રામઘાટમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પરિસરમાં કરવામાં આવશે, જો કે તેના કારણે ભક્તોની દર્શન વ્યવસ્થાને કોઈ અસર થશે નહીં. ભક્તો અને ફિલ્મના યુનિટને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ત્યાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.