અભણ વ્યક્તિ દેશ માટે બોજો: અમિત શાહનું નિરીક્ષણ

0
18

તે ખુદના અધિકાર કે ફરજો વિષે જાણતો હોતો નથી: ગૃહ રાજય મંત્રી

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે એક વિધાનમાં અભણ-અશિક્ષિત વ્યકિતને દેશ પર કેવો બોજ બની શકે છે તેનું વર્ણન કર્યુ હતું. સંસદ ટીવી સાથેની એક મુલાકાતમાં શ્રી શાહે અક્ષરજ્ઞાનના મહત્વને સમજાવતા કહ્યું કે જે વ્યક્તિ અભણ, અશિક્ષિત હોય તે બંધારણથી મળતા તેના અધિકારોને જાણતા નથી

કે તેની ફરજો અંગે પણ તેને માહિતી નથી અને તેથી તે બોજા જેવા છે. તેઓએ પક્ષની આ મુલાકાતમાં ગુજરાત મોડેલની પણ વાત કરતા કહ્યું કે જે રીતે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસ અને શાસનને જોડી દીધું તો તે સમગ્ર દેશ માટે એક મોડેલ બની ગયું છે. અમોએ ગુજરાતમાં શિક્ષા માટે બધું કામ કર્યુ છે. નાના બાળકોને માટે માતાઓની સમીતી બનાવી હતી.

શિક્ષકોની જવાબદારી નિશ્ચીત કરી હતી અને પ્રાથમીક શિક્ષણમાં ગુણવતા લાવવા માટે અમોએ ગુણોત્સવ કાર્યક્રમ યોજયા હતા અને જો કોઈ અભ્યાસ કરે તો ખ્યાલ આવશે કે ગુજરાતના વિકાસની સાથે દેશનો વિકાસ જોડાઈ ગયો છે અને શિક્ષણને એટલા માટે મહત્વ આપ્યું કે એક અભણ વ્યક્તિ એ જાણી શકતો નથી તેના અધિકાર શું છે ફરજો શું છે અને તે દેશ માટે શું કરી શકે છે તે એ કઈ રીતે સારો નાગરિક બની શકે તે પણ જાણતો નથી.