અભિનેતાના શરીર પર કોઈ બાહ્ય ઈજા નહીં: સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો

0
28

ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે અભિનેતાના વિસેરા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના કારણનો ખુલાસો કરવામાં નથી આવ્યો

બીજી સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકથી મૃત્ય પામનાર ૪૦ વર્ષીય અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના બપોરે અંતિમ સંસ્કર ચાલી રહ્યાં હતા. અંતિમ સંસ્કાર પહેલા અભિનેતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. જેમાં ખુલાસો થયો છે કે, સિદ્ધાર્થ શુક્લાના શરીર પર કોઈ બાહ્ય ઈજા નથી. હવે અભિનેતાનો વિસેરા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.

સિદ્ધાર્થ શુક્લાનું પોસ્ટમોર્ટમ કૂપર હૉસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે. ત્રણ નિષ્ણાત ડૉક્ટરોની પેનલે અભિનેતાનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. જેમાં શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી, પરંતુ ડૉક્ટરોએ મૃત્યુનું કારણ પણ જણાવ્યું નથી. ડૉક્ટરોનું કહેવું છે કે, અભિનેતાના મૃત્યુ પાછળ કંઇ શંકાસ્પદ મળ્યું નથી, પરંતુ વિસેરા સાચવી રાખવામાં આવ્યા છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. ફોરેન્સિક તપાસનો રિપોર્ટ આવવામાં ૨૦થી ૨૫ દિવસનો સમય લાગે તેવી શક્યતા છે. તે પછી જ સ્પષ્ટ થશે કે અભિનેતાના મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે કે બીજું કંઇક.

બીજી બાજુ પોલીસનું કહેવું છે કે, તેઓ હવે કેમિકલ અને એનાલિસિસ રિપોર્ટની રાહ જોશે. તેઓ ઉતાવળમાં કોઈ નિર્ણય સુધી પહોંચવા માંગતા નથી. તમને જણાવી દઈએ કે, કેમિકલ એનાલિસ્ટનો એટલે આ તપાસથી સ્પષ્ટ થશે કે સિદ્ધાર્થનાં શરીરમાં ઝૈર હતું કે નહીં. સાથે જ તેને કોઇ બીમારી તો નથી ને.