અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટું, અડાલજમાં વીજળી પડતા વિદ્યાર્થિનીનું મોત

0
26

નવરાત્રીના એક દિવસ પહેલા જ અમદાવાદમાં વરસાદનું ફરી એકવાર આગમન થયું છે. શહેરના રાણીપ, ઓઢવ, પાલડી, શાહીબાગ, એસ.જી હાઇવે, જમાલપુર, દાણાપીઠ, લાલ દરવાજા તથા સાબરમતી વિસ્તારમાં સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. બીજી તરફ ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. અડાલજમાં માણેકબા કન્યા હાઇસ્કૂલના દરવાજે વીજળી પડતા બે વિદ્યાર્થિનીઓ પૈકી એકનું મૃત્યુ થયું છે, અને બીજીની હાલત અત્યંત ગંભીર છે. આ બંને છોકરીઓ સ્કૂલના દરવાજે રિક્ષાની રાહ જોઈ રહી હતી જે દરમિયાન વીજળી પડી હતી.