અમદાવાદ કિડની હોસ્પિટલનો રેકોર્ડ.10 મિહના 26 બાળકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી

0
12

કિડની હોસ્પિટલે સર્જ્યો રેકોર્ડ, બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટમાં દિલ્હીની AIIMS અને બેંગ્લોરની સેન્ટ જાેન્સ હોસ્પિ.ને પાડી પાછળ

સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલે  રેકોર્ડ બનાવ્યો છે.  દેશમાં સૌથી વધુ બાળકોના કિડની ટ્રાન્સપ્લાન્ટ  કરવામાં રેકોર્ડ સર્જ્યો છે. છેલ્લા ૧૦ મહિનામાં કિડની હોસ્પિટલ દ્વારા ૨૬ બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. છેલ્લા બે મહિનામાં ૯ બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં IKDRC સફળ રહ્યું છે. દેશની જાણીતી દિલ્હી એઈમ્સમાં વર્ષે ૭થી ૮ બાળકોના કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે. જ્યારે બેંગ્લોરમાં આવેલી સેન્ટ જાેન્સ હોસ્પિટલમાં વર્ષે ૬થી ૭ બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી છે. અમદાવાદ કિડની હોસ્પિટલે દિલ્હી એઈમ્સ અને બેંગ્લોરની સેન્ટ જાેન્સ હોસ્પિટલને પાછળ છોડી છે.

કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડોકટર વિનીત મિશ્રાએ જણાવ્યું છે કે, છેલ્લા ૧૦ મહિનામાં કિડની હોસ્પિટલ દ્વારા ૨૬ બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે અને નવી જિંદગી આપી છે. 30 બાળકો હજુ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગમાં છે તેમની પણ ઝડપથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.અંગદાન મહાદાન છે અને અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવી છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં sottoની ટિમ દ્વારા બ્રેઈનડેડ દર્દીઓના સગાને સમજાવવામાં આવે છે અને ત્યાર બાદ અંગદાન મળે છે તેનું જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે. અંગદાનના કારણે જરૂરિયાતમંદ બાળકોને ઝડપથી કિડની મળી રહી છે અને કિડની હોસ્પિટલ દ્વારા તમામ પ્રકીયા પૂર્ણ કરી જરૂરિયાતમંદ બાળકોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમને નવી જિંદગી આપવામાં આવી છે.આ સાથે 30 જેટલા બાળકોની કિડની માટે વેઇટિંગમાં છે. પરંતુ કિડની હોસ્પિટલને આશા છે કે, જે બાળકોને કિડનીની જરૂર છે તેમને પણ ઝડપથી કિડની મળી જશે અને તે બાળકોને પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી નવું જીવન મળશે. જોકે, અમદાવાદ કિડની હોસ્પિટલ દ્વારા બિરદાવવા લાયક કામગીરી કરવામાં આવી રહી છે.