અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, ૪૭.૯૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો

0
15

અમદાવાદ મહાનગર પાલિકાની(AMC)સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.. કોર્પોરેશને શહેરની 5,521 મિલકતોનો 47.90 કરોડનો પ્રોપર્ટી ટેક્સ(Property Tax)માફ કર્યો છે. જેમાં 5521  મિલકત  ધારકોનો ચાલુ નાણાંકીય વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો છે.

કોરોનાને કારણે સરકારે રેસ્ટોરન્ટ-હોટેલ, મલ્ટીપ્લેક્ષ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટરપાર્ક અને જીમ સહિતનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારે સહાયની રકમ એએમસીને ચૂકવી દીધી છે…જેને લઈને એએમસીએ ચાલુ વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે.. જેમાં 3,033 હોટલોનો 30.66 કરોડ, 2136 રેસ્ટોરન્ટનો 11.64 કરોડ, 21 સિનેમાઘરોનો 95 લાખ, 28 મલ્ટીપ્લેક્ષનો 2.79 કરોડ અને 263 જીમનેશિયનનો 1.85 કરોડનો ટેક્સ માફ કરવામાં આવ્યો છે.. જે લોકોએ ટેક્સ ભરી દીધો છે તેમને આ રકમ ક્રેડિટ આપવામાં આવશે..

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ પરથી ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે નિવેદન આપ્યું છે.. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે હાલ અડચણરૂપ લારી-ગલ્લા હટાવવા મહાનગરપાલિકાની પ્રથમ પ્રાથમિકતા છે.

તેની સાથે જ કહ્યું કે ધાર્મિક સ્થળો પાસેથી નોનવેજની લારીઓ હટાવવા દોઢ મહિના પહેલા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. હાલ મહાનગરપાલિકાએ 100 ફૂટથી મોટા રોડ પર દબાણ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે .