અમદાવાદ ટીમને CVC કંપનીએ અને લખનૌ ટીમની ગોએન્કા ગ્રુપે આઈપીએલની હરાજીમાં ખરીદી

0
26

આગામી આઈપીએલની નવી સિઝનમાં બે નવી ટીમો ઉમેરવાની જાહેરાત કર્યા બાદ આજે દુબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નવી ટીમોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં અગાઉ પુણે ની ટીમ ખરીદનારા ઉદ્યોગપતિ સંજીવ ગોએન્કાની “RPS ગોએંકા ગ્રુપે” એક ટીમની બીડ જીતી લેતા આઇપીએલમાં લખનૌની ટીમ રમતી જોવા મળશે. “ગોએન્કા ગ્રુપે” સાત હજાર કરોડમાં નવી ટીમ ખરીદી હોવાનું જાણવા મળી રહ્યું છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ ની બે નવી ટીમની જાહેરાત કરી છે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી છે. તો CVC કેપિટલે 5,166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે. આ બન્ને ટીમ વર્ષ 2022માં યોજાનારી ઈન્ડિયન પ્રિમિયર લીગનો ભાગ બનશે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ૨૦૨૨ની નવી સીઝનથી બે નવી ટીમનો સમાવેશ થશે અને એ બે ટીમને ખરીદવા માટે કુલ બાવીસ દાવેદારો છે. અત્યાર સુધી આ સ્પર્ધામાં કુલ ૮ ટીમો હતી, જે હવે ૧૦ થશે. દુબઈમાં સોમવાર, ૨૫ ઑક્ટોબરે વૉક-ઇન ઇવેન્ટમાં બિડ ખોલવામાં આવશે.બે નવી ટીમ ખરીદવા માટેના મુખ્ય દાવેદારોમાં ફુટબૉલ જગતની મૅન્ચેસ્ટર યુનાઇટેડ ફુટબૉલ ક્લબ (ગ્લેઝર ફૅમિલીની લૅન્સર કૅપિટલ), બૉલીવુડનું કપલ દીપિકા-રણવીર સિંહ, અદાણી ગ્રુપ, સંજીવ ગોએન્કા (આરપીએસજી), નવીન જિન્દલ (જિન્દલ સ્ટીલ), ટૉરન્ટ ફાર્મા, ઑરોબિન્દો ફાર્મા, હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા, ઑન્ટ્રપ્રનર રૉની સ્ક્રૂવાલા, કોટક ગ્રુપ, સિંગાપોરની પીઈ કંપની, સીવીસી પાર્ટનર્સ અને બ્રૉડકાસ્ટ ઍન્ડ સ્પોર્ટ કન્સલ્ટિંગ એજન્સિસ આઇટીડબ્લ્યુ, ગ્રુપ ‘એમ’નો સમાવેશ છે.૨૦૨૨ની સીઝનથી આઇપીએલનો હિસ્સો બનનારા બે નવા ફ્રૅન્ચાઇઝીએ ભારતનાં ૬માંથી બે શહેરોને પોતાનાં મથક બનાવવાં પડશે. આ ૬ શહેરોનાં નામ બીસીસીઆઇના ટેન્ડર ડૉક્યુમેન્ટમાં છે : અમદાવાદ, લખનઉ, કટક, ધરમશાલા, ઇન્દોર અને ગુવાહાટી હતા

“ગોએન્કા ગ્રુપ”ની ટીમ આ પહેલા “રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ” તરીકે બે વર્ષ માટે આઇપીએલમાં રમી ચુકી છે અને તેનું નેતૃત્વ મહેન્દ્રસિંહ ધોનીએ કર્યું હતું. આ હરાજીમાં દિગ્ગજ ગણાતી 20 જેટલી કંપનીએ ભાગ લીધો હતો જેમાં મેન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ કલબ, અદાણી ગ્રુપ સહિતના સામેલ છે. જો કે આ બંને ગ્રુપ ટોપ-2માં પણ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.વર્તમાન સમયમાં ઈન્ડિયન પ્રિમિયર લીગમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CKS), દિલ્હી કેપિટલ્સ (DC),કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), મુંબઈ ઈન્ડિયન્સ (MI),પંજાબ કિંગ્સ (PBKS),રાજસ્થાન રોયલ્સ (RR), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), અને સન રાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો સમાવેશ થાય છે.