અમદાવાદ સહિત રાજયના 96 તાલુકામાં આજે વરસાદ નોંધાયા

0
32

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 1 ડિસેમ્બર અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અસર આજે વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં દેખાઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 96 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તથા સુરતના ઉમરપાડામાં ખાબક્યો છે.સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, કચ્છમાં વાતાવરણ સુકુ રહેવાની આગાહી છે.

અમદાવાદ શહેરમાં રાતના 7 વાગ્યા આસપાસ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. ધીમી ધારે શહેરમાં વરસાદ પડ્યો હતો. શહેરના જમાલપુર, ગોળલીમડા,પાલડી,વેજલપુર,સેટેલાઈટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.શિયાળાની સીઝનમાં હાડ થિજાવતી ઠંડીને બદલે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા.

સવારે છથી બપોરે 2 વાગ્યા સુધી 96 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

તાલુકો વરસાદ (મિ.મિ)
ઉમરપાડા 26
ઉના 23
ખાંભા 22
કામરેજ 18
છોટાઉદેપુર 17
સંખેડા 15
નાંદોદ 14
ક્વાંટ 14
ભરૂચ 13
ગરૂડેશ્વર 11
વાલિયા 11
નસવાડી 10
દેડિયાપાડા 10