અમદાવાદ સહિત રાજયના અન્યવિસ્તારમાં માવઠુ પડવાની હવામાન ખાતાનીવકી

0
18

લોપ્રેશરની અસરને કારણે રાજયના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ

સુરતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.બપોર બાદ સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું.તથા કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પણ પડ્યો હતો.મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે

લો પ્રેશરની અસર રાજ્યમાં 3 દિવસ સુધી રહેશે. જેમા સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કમોસમી વરાસદ પડી શકે છે. તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ, તેમજ ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે ચોમાસું લંબાયું હતું સાથેજ અતિવૃષ્ટિ પણ થઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું ત્યારે વધુમાં ફરીથી હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જે બાદ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે