આઇસક્રીમની અંદર પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મૂકીને મહિલાએ પાર્ટનરને જણાવ્યા ખુશીના સમાચાર..!

0
22

ખુશીના સમાચાર આપવાની નવી પદ્ધતિને વખાણી છે તો કેટલાકને નથી ગમી

પોતે ગર્ભવતી હોવાની ઘોષણા કરવી દરેક દંપતી માટે આનંદની ક્ષણ હોય છે. ઘણા લોકો આ આનંદના અવસરને સરપ્રાઇઝ તરીકે પણ પોતાના પાર્ટનર, મિત્રો તથા પરિવારને આપતા હોય છે. ઘણા લોકો આ વાતની ઘોષણા કરવા માટે એક પાર્ટી આપતા હોય છે. જોકે સૌથી પહેલાં પોતાના પાર્ટનરને આ ન્યુઝ આપવાના હોય છે. ઘણી મહિલાઓ ઉત્સાહને કારણે આ વાત છુપાવી શકતી નથી પરંતુ કેટલીક એવી મહિલાઓ પણ હોય છે જેને પોતાના પાર્ટનરના પ્રતિભાવ કેવા છે એ જાણવામાં પણ રસ હોય છે.

એક મહિલાએ આખી દુનિયા આ ક્ષણને જોઈ શકે એ માટે એનો વિડિયો પણ બનાવ્યો. મૅક્ડોનલ્ડ્સના આઇસક્રીમમાં તેણે પોતે ગર્ભવતી છે એ દર્શાવતી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટને સંતાડી દીધી. સાથે પોતાની એક ફ્રેન્ડને પણ લાવી હતી જેને સમગ્ર ઘટનાની ખબર હતી. જોકે ફ્રેન્ડે મહામેહનતે આ વાત છુપાવી રાખી. આઇસક્રીમ કોન ખાતાં-ખાતાં તેના પાર્ટનરને આખરે પેલી કિટ દેખાઈ. આ સમાચાર જાણી ખુશીના માર્યા તેના પાર્ટનરની બોલતી જ બંધ થઈ ગઈ. ટિકટૉક પર આ વિડિયો વાઇરલ થયો છે જે ઘણાને ગમ્યો છે. ખુશીના સમાચાર આપવાની નવી પદ્ધતિને વખાણી છે તો કેટલાકને નથી ગમી, કારણ કે ટેસ્ટ દરમ્યાન પેશાબનાં ટીપાં કિટ પર મૂકવાં પડતાં હોય છે.