આજથી શરૂ થતી મોટેરા ટેસ્ટમાં કસોટી થઈ જશે કે પિન્ક કિતના પિન્ક હૈ?

0
78
pink-ball-mon_d.jpg

નામ ટેસ્ટ-પ્રમોશનનું, પણ કામ એને મારવાનું… યસ, મોટેરામાં ઘાસ વગરની પિચ પર ટેસ્ટનો રંગ તો પાંચ દિવસ નહીં જ ટકે, પણ પિન્ક બૉલનો કલર ઘડીભરમાં ઊતરી જશે.

આજથી અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી અને બન્ને દેશો વચ્ચે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમાવાની છે. અમદાવાદના મોટેરા વિસ્તારના આ મેદાનમાં રિનોવેશન બાદનો પ્રથમ ઇન્ટરનૅશનલ મુકાબલો અને એ પણ ડે-નાઇટ જંગ જામવાનો હોવાથી ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલી ટેસ્ટમાં કારમી હાર બાદ બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના કમાલના કમબૅકને લીધે ટીમ સાથે ચાહકો પણ જોશમાં આવી ગયા છે અને મોટેરાના જંગ માટે મોટી અપેક્ષા રાખી રહ્યા છે.

હવે વાત કરીએ ડે-નાઇટ ટેસ્ટની. છેલ્લે ડે-નાઇટ જંગ ડિસેમ્બરમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્નમાં રમાયો હતો, જેમાં ભારત બીજી ઇનિંગ્સમાં શરમજનક રીતે માત્ર ૩૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું એ ટેસ્ટનો માત્ર અઢી દિવસમાં જ અંત આવી ગયો હતો. આ સાથે ડે-નાઇટ મૅચો એકતરફી રહેવાનો અને પૂરા પાંચ દિવસ સુધી ન રમાવાનો સિલસિલો જળવાઈ રહ્યો હતો.

વન-ડે અને ટી૨૦ની વધતી જતી પૉપ્યુલરિટી સામે ટકી રહેવા ક્રિકેટના આ સૌથી જૂના ફૉર્મેટમાં પાંચેક વર્ષ પહેલાં એક નવો અખતરો શરૂ કરવામાં આવ્યો હતો અને પિન્ક બૉલથી ડે-નાઇટ ટેસ્ટ મૅચનું આયોજન શરૂ થયું હતું. જોકે મોટા ભાગના મુકાબલા વન-સાઇડેડ રહ્યા છે અને ત્રીજા કે ચોથા દિવસે જ સમાપ્ત થઈ ગયા છે. એક મૅચ તો બીજા જ દિવસે સમાપ્ત થઈ ગઈ હતી. અત્યાર સુધીની ૧૫ ડે-નાઇટ ટેસ્ટમાંથી માત્ર પાંચ જ પાંચમા દિવસ સુધી ચાલી હતી.

૨૭ નવેમ્બરથી ૧ ડિસેમ્બર ૨૦૧૫ દરમ્યાન ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ પિન્ક બૉલ ટેસ્ટ ભારે રોમાંચક રહી હતી અને ઑસ્ટ્રેલિયા ભારે સંઘર્ષ બાદ ૩ વિકેટે જીતવામાં સફળ થયું હતું. જોકે એ માત્ર ત્રણ જ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. ત્યાર બાદ ૨૦૧૬માં ૧૩થી ૧૭ ઑક્ટોબર દરમ્યાન પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ડે-નાઇટ ટેસ્ટ પૂરા પાંચ દિવસ સુધી સંઘર્ષપૂર્ણ રહી હતી અને પાકિસ્તાન ૫૬ રનથી જીતવામાં સફળ રહ્યું હતુ. ત્યાર બાદના ૧૩ મુકાબલામાં ભાગ્યે જ આવો રોમાંચ જોવા મળ્યો છે અને પૂરા પાંચ દિવસ સુધી લોકોને મૅચ માણવા મળી હોય એવું માત્ર ચાર જ વાર જ બન્યું છે. બાકીની ૧૩ મૅચમાંથી મોટા ભાગે વન-સાઇડેડ રહી છે. વિજેતા ટીમે એક ઇનિંગ્સથી જીત મેળવી છે અને ત્રીજા જ દિવસે એ મૅચ સમાપ્ત થઈ ગઈ હતી.

યજમાન છે બળવાન

બીજી નવાઈની વાત એ છે કે ૧૫ ટેસ્ટમાંથી ૧૩ ટેસ્ટમાં યજમાન ટીમનો જ વિજય થયો છે. માત્ર શ્રીલંકાએ તેની બન્ને જીત ઘરઆંગણે નથી મેળવી. શ્રીલંકાએ ઑક્ટોબર ૨૦૧૭માં પાકિસ્તાનને અડૉપ્ટેટ હોમ ગ્રાઉન્ડ પર હરાવીને દુબઈમાં વિજય મેળવ્યો હતો અને બીજી વાર જૂન ૨૦૧૮માં લંકન ટીમે વેસ્ટ ઇન્ડીઝને ઘરઆંગણે પરાજિત કરી હતી. આમ વેસ્ટ ઇન્ડીઝ એકમાત્ર ટીમ છે જેનો ડે-નાઇટ ટેસ્ટમાં ઘરઆંગણે પરાજય થયો છે. પાકિસ્તાન એના અડૉપ્ટેટ હોમ ગ્રાઉન્ડ દુબઈમાં હાર્યું છે.

કાંગારૂઓની સૌથી વધુ જીત

ઑસ્ટ્રેલિયન ટીમ અત્યાર સુધી સૌથી વધુ ૮ ડે-નાઇટ મૅચ રમ્યું છે અને એ બધી મૅચમાં જીત મેળવી છે અને અત્યાર સુધી અજેય છે. જોકે તેઓ આ આઠ મૅચ ઘરઆંગણે જ રમ્યા છે. આ આઠમાંથી પાંચ ઍડીલેડમાં જ રમ્યા છે, જ્યાં તેમણે શનિવારે ભારત સામે અઢી દિવસમાં જીત મેળવી હતી.

ઑસ્ટ્રેલિયા બાદ પાકિસ્તાન સૌથી વધુ ચાર પિન્ક બૉલ ટેસ્ટ રમ્યું છે જેમાંથી માત્ર એક જ જીતી શક્યું છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ ત્રણ-ત્રણ મૅચ રમ્યાં છે જેમાંથી વેસ્ટ ઇન્ડીઝ હજી સુધી એક પણ મૅચ નથી જીતી શક્યું.

પેસ બોલરોનો રહ્યો છે દબદબો

ડે-નાઇટ ટેસ્ટમાં પેસ બોલરોનો ભારે દબદબો રહ્યો છે. આ ૧૫ મૅચમાં કુલ પડેલી ૪૬૯ વિકેટમાંથી ૩૫૪ પેસ બોલરોએ લીધી છે, જ્યારે સ્પિનરોના નામે ૧૧૫ વિકેટ છે. ભારતમાં આ પહેલાં રમાયેલી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટમાં પણ કુલ ૨૮ વિકેટમાંથી ૨૭ વિકેટ પેસ બોલરોએ લીધી હતી અને સ્પિનરના ભાગે માત્ર ને માત્ર એક જ વિકેટ આવી હતી.

ભારત-ઇંગ્લૅન્ડની શી હાલત છે?

અમદાવાદની ટેસ્ટ ભારતની ત્રીજી ડે-નાઇટ છે. પહેલી કલકત્તામાં બંગલા દેશ સામે રમાયેલી ટેસ્ટમાં ભારતે માત્ર ૩ દિવસમાં એક ઇનિંગ્સ અને ૪૬ રનથી જીત મેળવીને શુભ શરૂઆત કરી હતી, પણ બીજી ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ભારતે લોએસ્ટ ૩૬ રનમાં ઑલઆઉટ થઈને અઢી દિવસમાં ૮ વિકેટે શરમજનક હાર જોવી પડી હતી. જ્યારે ઇંગ્લૅન્ડની આ ચોથી ડે-નાઇટ ટેસ્ટ છે. ભારતની જેમ તેમણે પણ ઘરઆંગણે પ્રથમ ડે-નાઇટ જંગમાં વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને ૨૦૯ રનથી પરાસ્ત કરીને સૉલિડ શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ ઑસ્ટ્રેલિયામાં ૧૨૦ રનથી અને ન્યુ ઝીલૅન્ડમાં એક ઇનિંગ્સ અને ૪૯ રનથી હાર જોવી પડી છે. આમ બન્ને ટીમ ઘરઆંગણાની મૅચ જીતી છે, પણ વિદેશમાં એણે હાર જોવી પડી છે.

પીળા અને ઑરેન્જ બાદ પસંદ થયો પિન્ક બૉલ

ડે-નાઇટ ટેસ્ટને પિન્ક ટેસ્ટ પણ કહેવાતી હોય છે, કેમ કે એ પિન્ક બૉલથી રમાય છે. ઘણાને સવાલ થતો હશે કે પિન્ક બૉલથી જ શા માટે ડે-નાઇટ ટેસ્ટ રમાય છે? જો સૌપ્રથમ તો પીળા અને ઑરેન્જ બૉલથી રમવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, પણ ટીવી-કૅમેરામાં એ બૉલ બરાબર દેખાતો નહોતો. ફ્લડ લાઇટ્સમાં ખેલાડીઓને પણ એ કલરના બૉલ બરાબર નહોતા દેખાતા અથવા ખૂબ તકલીફ પડતી હતી. ત્યાર બાદ આખરે પિન્ક બૉલ પંસદ કરવામાં આવ્યો હતો. પિન્ક કલર સાથે ૧૬ અન્ય કલરના શેડ સાથે આજે જે બૉલથી રમાય છે એ ફાઇનલ કરવામાં આવ્યો છે. આ પિન્ક બૉલને પણ રેડ બૉલની જેમ જ બનાવવામાં આવે છે, પણ એમાં તેલનો ઉપયોગ નથી કરવામાં આવતો. રાતે સ્પષ્ટ દેખાય એટલે એના પર એક્સ્ટ્રા કલર સ્પ્રે કરવામાં આવે છે. રેડ બૉલ કરતાં પિન્ક બૉલ પર કલરનું એક એક્સ્ટ્રા સ્તર હોવાથી પિન્ક બૉલમાં શરૂઆતની ૧૦થી ૧૫ ઓવર રેડ બૉલની સરખામણીમાં વધુ સ્વિંગ થાય છે. બૉલની સિલાઈ બરાબર દેખાય એટલે એને બ્લૅક જ રાખવામાં આવે છે.

બે વખત લીડ બાદ હાર

ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતે પહેલી ઇનિંગ્સમાં મૂલ્યવાન ૫૩ રનની લીડ લીધી હોવા છતાં ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ડે-નાઇટમાં આવી રીતે લીડ લેનાર ટીમનો હારવાનો આ બીજો બનાવ હતો. આ પહેલાં જૂન ૨૦૧૮માં શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડીઝને આવા જ અંદાજમાં ચાર વિકેટે હરાવ્યું હતું. એ પિન્ક બૉલ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝે શ્રીલંકા સામે પહેલી ઇનિંગ્સમાં ૫૦ રનની લીડ લીધી હતી.
૬ ટેસ્ટ-મૅચનો ત્રણ દિવસની અંદર જ ધી એન્ડ

તારીખ ટીમ પરિણામ
૨૭થી ૨૯ ડિસેમ્બર, ૨૦૧૫ ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ ઑસ્ટ્રેલિયાનો ૩ વિકેટે વિજય
૧૭થી ૨૧ ઓગસ્ટ, ૨૦૧૭ ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝ ઇંગ્લૅન્ડનો એક ઇનિંગ્સ અને ૨૦૯ રનથી વિજય
૨૬થી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ સાઉથ આફ્રિકા-ઝિમ્બાબ્વે સાઉથ આફ્રિકાનો ઇનિંગ્સ અને ૧૨૦ રનથી વિજય
૨૪થી ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ ઑસ્ટ્રેલિયા-શ્રીલંકા ઑસ્ટ્રેલિયાનો ઇનિંગ્સ અને ૪૦ રનથી વિજય
૨૨થી ૨૬ નવેમ્બર ૨૦૧૯ ભારત-બંગલા દેશ ભારતનો એક ઇનિંગ્સ અને ૪૬ રનથી વિજય
૧૭થી ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ ભારત-ઑસ્ટ્રેલિયા ઑસ્ટ્રેલિયાનો ૮ વિકેટે વિજય

એક ઇનિંગ્સની જીત

વેસ્ટ ઇન્ડીઝ સામે ઇંગ્લૅન્ડનો એક ઇનિંગ્સ અને ૨૦૯ રનથી વિજય
ઝિમ્બાબ્વે સામે સાઉથ આફ્રિકાનો એક ઇનિંગ્સ અને ૧૨૦ રનથી વિજય
ઇંગ્લૅન્ડ સામે ન્યુ ઝીલૅન્ડનો એક ઇનિંગ્સ અને ૪૯ રનથી વિજય
શ્રીલંકા સામે ઑસ્ટ્રેલિયાનો એક ઇનિંગ્સ અને ૪૦ રનથી વિજય
બંગલા દેશ સામે ભારતનો એક ઇનિંગ્સ અને ૪૬ રનથી વિજય
પાકિસ્તાન સામે ઑસ્ટ્રેલિયાનો એક ઇનિંગ્સ અને ૪૮ રનથી વિજય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here