આજીડેમ, કરણુકી ડેમ અને વેરી ડેમ ફરી ઓવરફ્લો થયા,ભાદર ડેમ-1 અને 2ના તમામ 29 દરવાજા 6 ફૂટ તથા મોજ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલાયા

0
25

રાજકોટમાં અનરાધાર વરસાદથી શહેરની જીવાદોરી સમાન આજીડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત ગોંડલ અને આટકોટ ખાતે આવેલા કરણુકી ડેમ અને વેરી ડેમ પણ ફરી ઓવરફ્લો થયા છે. તેમાંય સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરના ભાદર ડેમ-1 અને 2 ના તમામ 29 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા. હાલ ભાદરમાં 67700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની આસપાસના 38 ગામો હાઈ એલર્ટ કરવામાં આવ્યા. તેમજ તથા મોજ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. અવિરત મેઘવર્ષા થતા ડેમમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે. ડેમના હેઠળવાસમાં આવતા ગામોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.