આજે હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે PM મોદી, 45 મિનિટ સુધી ચાલશે એર શો

0
12

યુપીના પૂર્વાંચલ એક્સપ્રેસ વેના  ઉદ્ઘાટનને મેગા શો બનાવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવાર 16મી નવેમ્બરે પૂર્વાચલ એક્સપ્રેસ વેની 3.2 કિલોમીટર લાંબી પટ્ટી પર એક પછી એક પાંચ ફાઈટર જેટ ઉતરશે, તેની સાથે આકાશમાં ત્રિરંગા પણ જોવા મળશે. સુલતાનપુર  પાસે આજે બપોરે 1.20 થી 3.45 દરમિયાન યોજાનારા સમારોહમાં ભારતીય વાયુદળની તાકાત જોવા મળશે.

મંગળવારે, ભારતીય વાયુસેનાના( Indian Air Force ) પાંચ ફાઈટર ઉત્તર પ્રદેશના આકાશમાં ગર્જના કરશે અને એક રસ્તાની વ્યૂહાત્મક શક્તિનો અનુભવ કરાવશે. તેથી આ અવસર ખાસ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈવેન્ટને વધુ મોટી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  ફાઈટર જેટમાંથી જાતે જ સ્થળ પર લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભારતના દુશ્મન એવા પાકિસ્તાન અને ચીનને પણ એક પ્રકારે સંદેશ આપવાનો ઈરાદો છે. ભૌગોલિક રીતે પૂર્વાચલ એવા વિસ્તારમાં આવે છે જ્યાથી ચીનની લાંબી સરહદ નજીક પડે.

વડાપ્રધાન C-130 J સુપર હર્ક્યુલસ  એરક્રાફ્ટમાં સુલતાનપુરની એરસ્ટ્રીપ પર ઉતરશે અને તેમની સાથે લગભગ 35 લોકો પણ હશે. સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ યુદ્ધના મેદાનમાં મોરચો સંભાળી રહેલા સૈનિકો માટે જીવનરક્ષક તરીકે કામ કરે છે. આ અમેરિકન ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે જે સૌથી મુશ્કેલ યુદ્ધના મેદાનમાં પણ સૈનિકોને લોજિસ્ટિક્સ પહોંચાડે છે અને આ એરક્રાફ્ટ સાથે પીએમ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચશે.

341 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે પર સુલતાનપુર નજીક 3.2 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે. જેના પર મિરાજ-2000 ફાઈટર પહેલા ઉતરશે. પ્રમાણભૂત પ્રક્રિયા અનુસાર, મિરાજ ફાઇટરને TRS એટલે કે ટર્ન રાઉન્ડ સર્વિસિંગ આપવામાં આવશે અને તેને આગામી મિશન માટે મોકલવામાં આવશે.

AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને મિરાજ-2000થી એરસ્ટ્રીપ ઉપર ઉતાર્યા બાદ, ઉતારવામાં આવશે. આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં યુધ્ધ મોરચા પર સેના દ્વારા ઉપયોગમાં લેવાતું ઓલ-ટેરેન વાહન પણ હશે. પરંતુ તે નીચે અડે કે તરત જ તે પાછુ ઉપડી જશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સુલતાનપુરના આકાશમાં ફ્લાયપાસ્ટ દરમિયાન પાંચ ફાઈટર ગર્જના કરશે, જેમાંથી એક મિરાજ 2000 હશે અને તેની સાથે બે સુખોઈ 30 MKI અને બે જગુઆર હશે.