આફ્રિકા : સિએરા લિયોનમાં તેલના ટેન્કરમાં વિસ્ફોટ થતાં 91 લોકોના મોત અનેક ઘાયલ

0
24

આફ્રિકી દેશ સિએરા લિયોનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે અહીં એક તેલના ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ થયો હતો જેના કારણે 91 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

આ દુર્ઘટના દેશની રાજધાની ફ્રીટાઉન માં થઈ છે. આ ઘટના તે સમયે થઇ જ્યારે 40 ફૂટ લાંબુ તેલનું ટેંકર એક બીજા વાહન સાથે અથડાયું. આ અથડામણની સાથે જ એક ભીષણ વિસ્ફોટ થયો જેના કારણે આસપાસના વિસ્તારમાં તબાહી મચી ગઈ આ ઘટનાનો એક વીડિયો સ્થાનિક મીડિયાએ જાહેર કર્યો છે જેમાં ટેન્કરની આસપાસ લોકોના મૃત્યુ પડેલા જોવા મળે છે. આ ઘટનામાં મૃત્યુ આંક હજી પણ વધી શકે છે જ્યારે મોટા પ્રમાણમાં આસપાસના વિસ્તારમાં નુકશાની પણ થઇ હોવાનું સામે આવ્યું છે.