ઇન્ટરનેટ પર આવી બે નવી વાનગી, ટિક્કી રસગુલ્લા ચાટ અને પાન બ્રાઉની

0
19

નેટિઝન્સે આવા અખતરાથી કંટાળીને લખ્યું છે કે કોઈ પણ લોકપ્રિય વાનગીને કઈ રીતે બગાડવી એ આ લોકો પાસેથી શીખવા જેવું છે

લૉકડાઉનમાં સૌથી વધુ અત્યાચાર જો કોઈ પર થયો હોય તો એ સ્વાદના રસિયાઓ પર થયો છે. કોરોનાના જેટલા વેરિઅન્ટ નથી એટલા વેરિઅન્ટ ખાવાની વાનગીના બહાર પડાયા છે.
હાલમાં રસગુલ્લા સાથે પણ આવો રસગુલ્લા ચાટનો અખતરો કરવામાં આવ્યો હતો. હવે એમાં એક નવો વેરિઅન્ટ આવ્યો છે. ટિક્કી રસગુલ્લા ચાટ બૅન્ગલોરમાં આ વાનગીની શોધ થઈ છે.
લોકપ્રિય ફૂડ બ્લૉગર અંજલિ ઢીંગરાએ તાજેતરમાં ટિક્કી રસગુલ્લા ચાટનો સ્વાદ ચાખ્યો હતો.
જોકે વિડિયો પરથી જણાય છે કે તેને આ વાનગી ગમી નથી. અંજલિ પાસેની ટિક્કી રસગુલ્લા ચાટની ડિશમાં ટિક્કી અને રસગુલ્લા ગોઠવીને એના પર દહીં, આમલીની ચટણી, ફુદીનાનો રસ નાખીને ઉપર ગાર્નિશિંગ કરાયું  છે. અંજલિને એક પણ શબ્દ બોલવાની આવશ્યકતા નથી રહેતી, તેના હાવભાવ જ ડિશ વિશે જણાવવા માટે પૂરતા છે.
ખાવાની બીજી આઇટમ જેના પર અખતરો થયો છે એ છે પાન બ્રાઉની.
પાન અને બ્રાઉનીના સંયોજનથી બનેલી આ ડિશ ગુજરાતના અમદાવાદની છે.
આ ડિશમાં બ્રાઉની બનાવીને એના પર આઇસક્રીમનો સ્કૂપ મૂકીને ઉપરથી પાન મૂકવામાં આવે છે.
નેટિઝન્સે આવા અખતરાથી કંટાળીને લખ્યું છે કે કોઈ પણ લોકપ્રિય વાનગીને કઈ રીતે બગાડવી એ આ લોકો પાસેથી શીખવા જેવું છે. ખબર નહીં લોકોની જીભના સ્વાદને બગાડીને એને બરબાદ કરીને આ લોકોને શું મળે છે.