ઇન્ડિયન સ્પેસ અસોસિએશન વડા પ્રધાન મોદીએ લૉન્ચ કર્યું

0
18

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઇન્ડિયન સ્પેસ એસોસિએશન(ઈસ્પા) લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે છેલ્લાં સાત વરસમાં તેમની સરકારે સ્પેસ ટેક્નૉલૉજીને પારદર્શક પ્રશાસન માટે મહત્ત્વના સાધન તરીકે વિકસાવવા પર ખૂબ ધ્યાન આપ્યું છે. ઇસ્પાના લૉન્ચિંગના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘આત્મનિર્ભર ભારતનો આપણો ભાવિવિચાર ઘણા જ વિમર્શ અને આયોજન પછી તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ટેક્નૉલૉજિકલ આવિષ્કારો દ્વારા સર્વનો સમાવેશ કરતી આર્થિક નીતિ ઘડવા પર ભાર છે જેનો હેતુ ભારતને ટેક્નૉલૉજીનું હબ બનાવવા સાથે વૈશ્વિક વિકાસમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવવાનો છે.’ ઈન્ડિયન સ્પેસ એસોસિએશન દેશ અને વિદેશના અગ્રણી સ્પેસ ટેક્નૉલૉજીની કંપનીઓથી બનેલી સંસ્થા છે જેમાં લાર્સન ઍન્ડ ટુબ્રો, નેલ્કો (તાતા), વનવેબ, ભારતી ઍરટેલ, મૅપમાયઇન્ડિયા, ગોદરેજ વગેરે અનેક અગ્રણી કંપનીઓ જોડાઈ છે.