ઈન્કમટેકસના પૂર્વ ચીફ કમિશ્નર સહીત બે અધિકારીઓના પણ નામ પેન્ડોરા પેપર્સમાં

0
22

હોમી રાજવંશ સ્વીસ બેન્કમાં ખાતુ ધરાવતા હતા: ભ્રષ્ટાચારના નાણા ટ્રાન્સફર કર્યા હોવાનો ધડાકો

હાલમાં જ જાહેર થયેલા પેન્ડોરા પેપરમાં આવકવેરાને એક પૂર્વ ચીફ કમિશ્નર સહિત ઈન્ડીયન રેવન્યુ સર્વીસનાં બે અધિકારીઓના નામ હોવાનો પણ ધડાકો થયો છે.જેમાં એકની અગાઉ જ ભ્રષ્ટાચાર અને કાળાનાણા ધોળા કરવાની પ્રવૃતિ બદલ ધરપકડ થઈ હતી અને તેની પાસે સ્વીઝ બેંકનું એકાઉન્ટ હોવાનું પણ ખુલ્યુ છે. 1985 બેચના આઈએસ અધિકારી હોમી રાજવંશ કે જેઓ નેશનલ એગ્રીક્લ્ચર કો.ઓપરેટીવ, માર્કેટીંગ ફેડરેશન (નાફેડ)ના એમડી તરીકે કામ કરતા હતા.

ત્યારે તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ થયો હતો અને ખાનગી પાર્ટીઓને લાભ માટે કાર્ય કર્યુ હોવાનું જાહેર થયુ હતું અને તેમની 2011 માં ધરપકડ પણ થઈ હતી અને તેમને ફરજીયાત નિવૃત કરી દેવાયા હતા.હવે નવા, રેકર્ડ મુજબ તેઓએ 2013 માં સ્વીઝ બેંકમા એકાઉન્ટ હોવાનું અને વિદેશી બેનામી કંપનીઓમાં મોટુ રોકાણ કર્યુ હોવાનું જાહેર થયુ છે તેઓએ બ્રિટીશ વર્જીન આઈલેન્ડમાં આ ખાતા ખોલાવ્યા હતા તે અને તેમના પત્નિના નામે હતા.