ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં અમિત શાહે દોર સંભાળ્યો

0
15

ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં હવે ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બે દિવસના વારાણસી પ્રવાસે ગરમી લાવી દીધી છે અને હવે વડાપ્રધાન પણ સતત ઉત્તરપ્રદેશના પ્રવાસે જઈ રહ્યા છે તે સમયે પક્ષ દ્વારા યુપીમાં રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની સંપૂર્ણ બાદબાકી કરાઈ હોવાના સંકેત છે.

અગાઉ નડ્ડાને ઉત્તરપ્રદેશમાં અનેક પ્રવાસોની કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ જે રીતે હિમાચલ પ્રદેશમાં ભાજપને પેટાચૂંટણીમાં લોકસભા અને ધારાસભાની બેઠકો ગુમાવવી પડી તે પછી ભાજપે યુપીમાં હવે નડ્ડાને જવાબદારી નહીં સોપવાનો અને ખુદ પ્રદેશના રાષ્ટ્રીય નેતા અમિત શાહે દોર સંભાળી લીધો છે અને તેઓ જ ઉત્તરપ્રદેશમાં સંગઠન સહિતની કામગીરીને જોશે તે નિશ્ચિત છે. આમ, પેટાચૂંટણીએ ભાજપમાં આડકતરી રીતે રાષ્ટ્રીય પ્રમુખનો ભોગ લઈ લીધો છે.