એટીએસે દ્વારકાથી 120 કરોડની કિંમતનું ઝડપી પાડયુ હેરોઈન, 3 આરોપીઓની ધરપકડ

0
15

દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદરે  ATSદ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 120 કરોડની કિમતનું 24 કિલો હેરોઈન મળી આવ્યું છે. મોરબી ઝિંઝુડાથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ પોલીસને મોટી માહિતી મળી હતી. પકડાયેલા આરોપી જબ્બાર જોડીયા કડક પૂછતાછમાં ભાગી પડ્યો હતો અને પોતે સપ્લાઈ કરેલા ડ્રગ્સ વિશે પોલીસને ઈનપુટ આપ્યા હતા. આરોપી જબ્બારે નાવદ્રામાં ડ્રગ્સ છુપાવ્યાની કબુલાત કરી હતી જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.120 કરોડના ડ્રગ્સ સાથે રાજસ્થાન અને જોડિયાથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નાવદ્રાના અનવર ઉર્ફે અનુમુસા પટેલીયાના ઘરે ડ્રગ્સની ખેપ મળી છે. ઝડપાયેલ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 120 કરોડ જેટલી અંકાઈ રહી છે. આરોપીની પૂછપરછમાં અન્ય રાજ્યોના સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી પણ સામે આવી છે. જેમાં મહારાષ્ટ્ર,રાજસ્થાન,પંજાબ સહિતના રાજ્યોના નામ સામે આવ્યા છે.ઝડપાયેલા 2 આરોપીઓ 12 કિલો હેરોઇનની ડિલીવરી રાજસ્થાન ખાતે કરવા ગયા હતા. ડ્રગ માફીયા ભોલા શૂટરના માણસોને આ ડ્રગ્સ અપાયું હતું. ATSની ટીમે રાજસ્થાનમાં પણ કાર્યવાહી કરી ડિલીવરી માટે રાજસ્થાન ગયેલા 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે.જેમાં સલાયાના સોડસલાના ઇકબાલ ઉર્ફે ડાડો ભંગારીયા અને રાજસ્થાનના અરવિંદકુમાર યાદવ પોલીસ જાપ્તામાં આવી ગયા છે