એર ઈન્ડીયાના ડીસઈન્વેસ્ટમેન્ટ અંગે અમિત શાહ કમીટીની મંજુરી બાકી

0
18

એરઈન્ડીયાના ડિસઈન્વેસ્ટમેન્ટને નાણામંત્રીના અધ્યક્ષપદ હેઠળની મંજુરી મળી છે પણ હવે એર ઈન્ડીયાના ખાનગીકરણના નિર્ણય લેવા માટે સૌથી સર્વોચ્ચ સમીતીની મંજુરી હજુ બાકી છે. આ કમીટી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહના અધ્યક્ષપદ હેઠળ બનાવાઈ જેને એર ઈન્ડીયા સ્પેસીફીક અલ્ટરનેટીવ મીકેનીઝમ તરીકે ઓળખવામાં આવે છે.

જે મંજુરી આવે પછી જ આ સોદો ફાઈનલ ગણાશે અને હવે ટુંક સમયમાં જ આ કમીટીની બેઠક મળશે. આ પેનલમાં પણ નાણામંત્રી, વ્યાપાર મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રી સભ્ય છે. બીજી તરફ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લીક એસેટસ મેનેજમેન્ટના સેક્રેટરી લુહીન કાંતા પાંડેએ એર ઈન્ડીયાના ડીસઈન્વેસ્ટમેન્ટને કેન્દ્ર સરકારે મંજુરી આપી નથી.ડીલની કિંમત અંગે નિર્ણય થયો નથી પણ મોટાભાગે સરકારના રીઝર્વ પ્રાઈઝ મુજબ જ ટાટા ગ્રુપની ઓફર છે છતાં આખરી નિર્ણય કમીટી લેશે.