કંગના રનૌતને શું શું ચાટીને પદ્મશ્રી મળ્યો છે તે સૌ કોઈ જાણે છે:શિવસેના સાંસદ

0
17

ગાંધીજી સત્તા ભૂખ્યા હોત તો રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બની ગયા હોત: કંગનાના નિવેદનનો વિરોધ વધુ વકર્યો

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનોને લઈને જોરદાર વિવાદમાં ફસાઈ ચૂકી છે. તેના નિવેદન ઉપર પ્રતિક્રિયાઓનો સિલસિલો પણ ચાલી રહ્યો છે. દરમિયાન શિવસેના સાંસદ કૉપાલ તુમાનેએ તો આ ક્રમમાં  મર્યાદાઓ તોડી નાખતાં કહ્યું કે કંગના રનૌતને શું કરીને પદ્મશ્રી મળ્યો, કોના પગ ચાટવા ઉપરાંત શું શું ચાટવાથી આ પદ મળ્યું છે એ દિલ્હીના તમામ સાંસદો અને ધારાસભ્યો બહુ સારી રીતે જાણે છે.

તેમણે એવું પણ કહ્યું કે મહાત્મા ગાંધીજી જો સત્તાના લાલચું હોત તો એ સમયે વડાપ્રધાન-રાષ્ટ્રપતિ બની શકતા હતા. કંગના રનૌતે તાજેતરમાં જ મહાત્મા ગાંધી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લાંબો મેસેજ લખ્યો હતો. પોસ્ટમાં તેણે મહાત્મા ગાંધી પર નિશાન તાક્યું હતું. પહેલાં મેસેજમાં કંગનાએ ગાંધીજીને સત્તાના ભૂખ્યા અને ચાલાક ગણાવ્યા હતા. જ્યારે બીજી પોસ્ટમાં તેણે લખ્યું કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી થઈ જાય.

કંગનાએ લોકોને સલાહ આપી કે તેઓ પોતાના હિરો સમજદારીથી પસંદ કરે. તેણે એવું પણ લખ્યું કે ઝાપટ મારનારાની સામે બીજો ગાલ આગળ કરવાથી આઝાદી મળવાની નથી.કંગનાએ બીજી પોસ્ટમાં લખ્યું કે ગાંધીએ ક્યારેય ભગતસિંહ અને નેતાજીને સહકાર આપ્યો નથી. અનેક પૂરાવા છે જે ઈશારા કરે છે કે ગાંધીજી જ ભગતસિંહને ફાંસી થાય તેવું ઈચ્છતા હતા એટલા માટે તમે કોને સહકાર આપો છો તે તમારે જ નક્કી કરવાનું છે કેમ કે એ બધાની યાદ એક જ બૉક્સમાં રાખી લેવી અને તેમની જયંતી પર યાદ કરી લેવા કાફી નથી.