કાંદિવલીમાં મહિલા પર રેપનો આરોપી ગુજરાતમાંથી પકડાયો

0
18

પોલીસે અઘોરી વિદ્યા અને બ્લૅક મૅજિકના કાંદિવલીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મામલામાં પહેલાં બે આરોપીની ધરપકડ કરી હતી.

ગુજરાતના એક મંદિરના ગેસ્ટહાઉસના ૨૭ વર્ષના સંચાલકની કાંદિવલીમાં નોંધાયેલા બળાત્કારના મામલામાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. પોલીસે અઘોરી વિદ્યા અને બ્લૅક મૅજિકના કાંદિવલીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મામલામાં પહેલાં બે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મંદિરના મુખ્ય પૂજારી સાથે ઓળખાણ કરાવવાના નામે આરોપીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. મંદિરના ગેસ્ટહાઉસનો સંચાલક આ મામલા સાથે સંકળાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ તેની ૩૦ સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને ૮ ઑક્ટોબર સુધીની પોલીસકસ્ટડી મેળવવામાં આવી છે.’