કેન્દ્રીય પ્રધાનના દીકરા આશિષની 12 કલાક સુધી પુછપરછ બાદ ધરપકડ, હત્યા-દુર્ઘટનામાં મોત અને ગુનાહિત ષડયંત્રનો કેસ દાખલ

0
23

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ લખીમપુર હિંસાના સાતમા દિવસે મુખ્ય આરોપી  આજે ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ કરવામાં આવી તે અગાઉ તેની આશરે 12 કલાક પુછપરછ કરવામાં આવી હતી. હત્યા, અકસ્માતમાં મોત, ગુનાહિત ષડયંત્ર રચવા તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવા જેવી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મેજીસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે.

ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં 11 વાગે આશિષને બોલાવવામાં આવ્યો હતો, પણ તે 10:36 વાગે પહોંચ્યો હતો. રૂમાલ વડે તેણે પોતાનું મોઢુ છૂપાવ્યું હતું. પોલીસ તેને ક્રાઈમ બ્રાંચ પાછળના દરવાજાથી અંદર લઈ ગઈ હતી.કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર અને તિકુનિયાકાંડનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો ન હતો. ચાર કલાક બાદ પોલીસે તેને બીજી નોટિસ ફટકારી હતી, જેમાં આશિષ મિશ્રાને ક્રાઇમ બ્રાચ સમક્ષ નિવેદન નોંધાવવા માટે આજે શનિવારે સવારે બોલાવવામાં આવતાં તે પોલીસ સમક્ષ હાજર થયો હતો.આશિષ મિશ્રાની પૂછપરછ બાદ તેની ધરપકડ થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે જે થાર જીપે ખેડૂતોને કચડી નાખ્યા હતા તેની પાછળ રહેલી ફોર્ચ્યુનરમાં આશિષ સવાર હતો. માનવામાં આવી રહ્યું છે કે આ પુરાવા સામે આવવા પર આશિષની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.ખેડૂત સંગઠનોની સંસ્થા સંયુક્ત કિસાન મોરચાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ટેની ત્રણ વાહનો સાથે પહોંચ્યો તે સમયે ખેડૂતો હેલિપેડ પર તેમના વિરોધ પ્રદર્શનથી વિખેરાઈ રહ્યા હતા અને નીચે ઉતર્યા હતા. ખેડૂતોએ અને અંતમાં SKM નેતા તજિંદર સિંહ પર સીધો હુમલો કર્યો હતો, તેમના પર વાહન ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુરુવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા દિલ્હીમાં હતા. સૂત્રોનું કહેવું છે કે આશિષને પોલીસ સમક્ષ હાજર થવા માટે અજય મિશ્રાને કોઈ મોટા નેતાએ મેસેજ મોકલ્યો હતો. ત્યાર બાદ તેઓ લખનઉ જવા માટે રવાના થયા હતા અને કહ્યું હતું કે આશિષ શનિવારે પોલીસ સમક્ષ હાજર થઈ જશે અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે. કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન સુપ્રીમ કોર્ટની સખતાઈ બાદ સામે આવ્યું છે, કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટે પણ ઉત્તરપ્રદેશ સરકારની ઝાટકણી કાઢી હતી.