કોરોનાએ ઉચ્ચ શિક્ષણ પણ બગાડયું! એજયુકેશન લોનમાં થયો 67 ટકાનો ઘટાડો

0
18

પ્રતિબંધોને પગલે વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા લોન પણ ઘટી: બેન્ક

કોરોના મહામારી બાદ વિદેશ અભ્યાસનું ચિત્ર બદલાયું છે.ટ્રાવેલીંગનાં નિયમો કડક હોવાથી તેમજ માત્ર ઓનલાઈન શિક્ષણ શરૂ હોવાના લીધે કોરોના પૂર્વે જેટલા વિદ્યાર્થીઓ વિદેશનાં અભ્યાસ માટે જતા તેમની તુલનાએ હાલ વિદેશ અભ્યાસ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે.

જેને પગલે રાજયભરની વિવિધ બેન્કોમાં એજયુકેશન લોનનું પ્રમાણ પણ ઘટયુ છે. રાજય સ્તરીય બેંકર્સ સમિતિનાં તાજેતરનાં અહેવાલ મુજબ ગુજરાતમાં 2021-22 નાં પ્રથમ ત્રિમાસીક સમયગાળામાં એજયુકેશન લોનનું વિતરણ 158 કરોડ હતું જયારે જયારે 2018-20 માં આ આંકડો 490 કરોડ રહ્યો હતો.

એટલે કે છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે એજયુકેશન લોનમાં 67.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.મળતી માહીતી મુજબ એજયુકેશન લોન મોટાભાગે વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ દ્વારા લેવાતી હોય છે. ત્યારે બે વર્ષથી કોરોનાને કારણે વિવિધ દેશોમાં પ્રવાસ પરનાં પ્રતબિંધો સહીતનાં વિવિધ નિયમોને કારણે વિદેશ અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે.

ઉપરાંત ડાયરેકટ ફલાઈટ પણ ઉપલબ્ધ ન હોવાને કારણે પણ અનેક વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસમાં શિક્ષણની યોજના સ્થગીત કરી દીધી છે. બેન્કરોનાં જણાવ્યા મુજબ, બીજી લહેરમાં ગંભીર પરીણામો મળ્યા બાદ વિદેશ અભ્યાસની યોજના માટે મહત્વપૂર્ણ બાધા બની હતી. જોકે સ્થિતિ સામાન્ય થયા બાદ પ્રતિબંધો હટાવાતાં વિદેશભ્યાસમાં વૃધ્ધિ થશે જે માનવામાં આવી રહ્યું છે.