કોર્ટે આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

0
20

કોર્ટમાં સુનાવણી દરમિયાન NCBએ તમામ આરોપીઓની કસ્ટડી ૧૧ ઑક્ટોબર સુધી વધારવાની માંગ કરી હતી, પરંતુ બીજા પક્ષની તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે NCBની વિનંતી ફગાવી દીધી હતી.

બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના 23 વર્ષીય પુત્ર અને અન્ય આરોપીઓને આજે મુંબઈની કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આર્યન ખાનના સોમવારે જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા અને તેની એનસીબી કસ્ટડી ગુરુવાર સુધી લંબાવવામાં આવી હતી.રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આરોપીઓમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા અને અન્ય 5 છે.

એન્ટી ડ્રગ્સ એજન્સીએ જણાવ્યું હતું કે, એનસીબીએ ગોવા જતી ક્રૂઝ પર દરોડા પાડ્યા બાદ 3 ઓક્ટોબરે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 13 ગ્રામ કોકેન, 21 ગ્રામ ચરસ, એમડીએમએની 22 ગોળીઓ અને એમડીની 5 ગ્રામ જપ્ત કરી હતી.

આ મામલે અતુલ કાંબલેએ જણાવ્યું કે “ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈ ડ્રગ્સ-ઓન-ક્રૂઝ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેની જામીન અરજી પર આવતી કાલે સવારે 11 વાગ્યે સુનાવણી થશે. 23 વર્ષીય આર્યનને જામીન આપવા સામે દલીલ કરતાં એન્ટી ડ્રગ એજન્સીએ જણાવ્યું હતું કે ક્રુઝ શિપ ડ્રગ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય એક શખ્સ દ્વારા આર્યન ખાનને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી હતી. સોમવારે, તેની ધરપકડ બાદ તેને જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા અને તેને મુંબઈની કોર્ટે એન્ટી ડ્રગ્સ એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની કસ્ટડીમાં મોકલ્યો હતો.”

કોર્ટમાં સુનાવણી દરમિયાન NCBએ તમામ આરોપીઓની કસ્ટડી ૧૧ ઑક્ટોબર સુધી વધારવાની માંગ કરી હતી, પરંતુ બીજા પક્ષની તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે NCBની વિનંતી ફગાવી દીધી હતી.

તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આરોપીને NCBમાં રાખવાની વિનંતી કરી છે, કારણ કે જેલ સત્તાવાળાઓ કોવિડ-19 રિપોર્ટ વગર આરોપીને સ્વીકારતા નથી.

કોર્ટે કહ્યું હતું કે જામીન અરજીઓ પર શુક્રવારે સવારે 11 વાગ્યે સુનાવણી થશે.