કોવેકસીનના બે ડોઝ લેનારને હવે અમેરિકામાં પ્રવેશ

0
29

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં નિર્મિત કોવેકસીનને મંજુરી આપતા જ વિશ્વના એક પછી એક દેશો પણ આ વેકસીનને માન્યતા આપવા લાગ્યા છે અને અમેરિકાએ પણ હવે કોવેકસીન લેનાર ભારતીયોને કોરોન્ટાઈન સહિતના કોઈ નિયમો લાગુ ન પડે તે રીતે ખુલ્લી વેકસીનેટેડ ગણીને મંજુરી આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવેકસીનને માન્ય વેકસીન તરીકે મંજુરી આપી હતી અને આ રીતે સંપૂર્ણપણે ભારતમાં નિર્મિત પ્રથમ વેકસીન હવે વૈશ્વીક બની ગઈ છે તથા વિશ્વના અન્ય દેશોમાં જવા માટે ભારતીયો જેઓએ કોવેકસીનના બે ડોઝ લીધા છે તેમને કોઈ મુશ્કેલી પડશે નહી. જેના કારણે લાખો ભારતીયોને માટે વિદેશ જવાની સરળતા થઈ ગઈ છે. કોવેકસીન એ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક તથા સરકારી વિજ્ઞાન કંપની આઈસીએમઆર દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે અને ભારતમાં તેના કરોડો ડોઝ અપાઈ પણ ગયા છે.