ક્રિકેટર હાર્દિક પંડ્યાની 5 કરોડની કિંમતની 2 ઘડિયાળો કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી,હાર્દિક પંડ્યાએ કહ્યું- ઘડિયાળની કિંમત પાંચ કરોડ નહીં, દોઢ કરોડ છે

0
18

Hardik Pandya : T20 વર્લ્ડ કપ બાદ ભારત પરત ફરી રહેલા હાર્દિક પંડ્યાને કસ્ટમ વિભાગે એરપોર્ટ પર અટકાવ્યો હતો. ખુદ હાર્દિક પંડ્યાએ આજે ​​ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. કસ્ટમ વિભાગે એરપોર્ટ પર સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઘડિયાળ જપ્ત કરી હતી,

જેની પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું હતું કે, હાર્દિક પાસે મોંઘી ઘડિયાળોનું બિલ નથી. પરંતુ હાર્દિકે (Hardik Pandya) તેની પાસે બિલ ન હોવાની વાતને નકારી કાઢી છે. તેણે કહ્યું કે, મેં મારા વતી કસ્ટમ વિભાગને બિલ બતાવ્યું છે.જ્યારે ટીમના ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લઈને યુએઈથી ઘરે પરત ફરી રહ્યા હતા. કસ્ટમ વિભાગે હાર્દિક પંડ્યાને રોક્યો હતો અને તેની ઘડિયાળનું બિલ બતાવવા કહ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને બે કલાક સુધી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. હાર્દિક પંડ્યા UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપ (T20 World Cup)માં પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે વર્લ્ડ કપની ત્રણ ઇનિંગ્સમાં 69 રન બનાવ્યા હતા અને તે એકપણ વિકેટ લઈ શક્યો નહોતો. તે હજુ પણ પીઠની ઈજામાંથી ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે, જેના કારણે તેને ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થનારી ટી20 શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ (Press conference)માં હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયામાંથી બહાર રાખવા પર કહ્યું કે, તે ખૂબ જ સ્માર્ટ ખેલાડી છે અને તે વાપસી કરવાનો રસ્તો જાણે છે.તેણે કહ્યું, “સાચું કહું તો મને ખબર નથી કે શું થયું. તે જાણે છે કે શું કરવું અને તેની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે. તે આ સમજવા માટે પૂરતો સ્માર્ટ છે. તે એક સ્માર્ટ ખેલાડી છે અને કેવી રીતે વાપસી કરવી તે જાણે છે.”