ગાંધીનગર મનપા ચૂંટણી : વડાપ્રધાન મોદીના માતા હિરા બાએ 99 વર્ષની વયે કર્યું મતદાન

0
18

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન થયુ હતુ ત્યારે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ  પણ 99 વર્ષની વયે મતદાન કરવા આવ્યા હતા. હીરા બાએ  પોતાના પરિવારના સહારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે.
હીરા બાએ ગાંધીનગરના વોર્ડ નં 10 માટે વાડીભાઈ વિદ્યા સંકુલમાં મતદાન કર્યું છે. તેઓ પોતાના સ્વજનો સાથે આવ્યા હતા અને તેમના સહારે જ મતદાન કર્યું હતુ.
નોંધનીય છે કે, 2019માં પણ ગુજરાતમાં જે મતદાન થયું હતુ તેમાં પણ વડાપ્રધાન મોદીનાં માતા હીરા બા મતદાન કરવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ 98 વર્ષની વયે બીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.શતાયુ મતદાતા તરફ પહોંચી રહેલા હીરા બા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે કોઇપણ ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમના જેવા તથા યુવાનોને પ્રોત્સાહિત કરે છે.નોટબંધી સમયે પણ તેઓ બેંકની લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ત્યારે આજે પણ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.