ગાંધીનગર -સાતેજ દુષ્કર્મના આરોપીને 14 દિવસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

0
25

દુષ્કર્મના  કેસમાં સૌથી ઝડપી 14 દિવસમાં ચુકાદો 

ગાંધીનગરના સાંતેજમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે આજે ચુકાદો આવી આવી ગયો છે. સિરિયલ રેપીસ્ટ કિલર વિજય ઠાકોરને આજે કોર્ટ દ્વારા આજીવન કેદની  સજા ફટકારવામાં આવી શકે છે. આરોપીએ 3 બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું જેમા એકની તો તેણે હત્યા પણ કરી હતી. સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને 8 નવેમ્બરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ મહિલા પર હુમલાની ઘટના અને લૂંટની ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે.

સમગ્ર મામલે સરકારી વકીલ દ્વારા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે આરોપીની પોતાની 7 વર્ષની દિકરી છે તેમ છતા તે આવું કૃત્યું કર્યું છે. સાથેજ આ મામલે સરકારી વકીલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આ ગંભીર ગુનામાં આરોપીને કડકમાં કડક સજા મળવી જોઈએ સમગ્ર કેસ મામલે ગાંધીનગર પોલીસે આ મામલે 60 જેટલા સાક્ષીઓની જુબાની લીધી હતી. આ સાથે જ   70 જેટલા CCTV ફૂટેજ પણ તપાસ્યા હતા. તો સુનાવણી બાબતે આજે 16 સાક્ષીઓને સમન્સ પણ પાઠવવામાં આવેલ. તમામ પુરાવાઓના આધારે ફાસ્ટટ્રેક કોર્ટમાં આ મામલાની સુનાવણી શરૂ કરવામાં આવી હતી.