ગુજરાતના તમામ બાર એસોશીયેશનની ચૂટણી આગામી 17મી ડીસેમ્બર યોજાશે

0
376

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજે મળેલી બેઠકમાં નિયમ મુજબ રાજયની તમામ બાર એસોશિયેશનની વાર્ષિક કે અર્ધવાર્ષિક ચુટણી યોજવી ફરજીયાત હોઈ ડીસેમ્બર 2021ના ત્રીજા સપ્તાહમાં 17મી ડીસેમ્બરે યોજવાનો નિર્ણય લેવાયો છે.દરેક બાર એસોશિયેશને આ ચુંટણી “વન બાર  વન એસોશિયેશન”ની ચૂંટણી ફરજીયાત કરવાની રહેશે.ગુજરાતના કોઈપણ ધારાશાસ્ત્રી કોઈ એક બાર એસોશિયેશનમાં પોતાના એકમતનો ઉપયોગ કરી શકશે.રાજયના 270 બાર એસોશિયેશનમાં ચૂંટણી યોજાશે.બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન હીરાભાઈ પટેલ,વાઈસ ચેરમેન-શંકરસિંહ ગોહિલ,બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના સભ્ય-દીલીપ ભાઈ પટેલ,અને શિસ્ત કમિટીના ચેરમેન અનીલ કેલ્લાની હાજરીમાં યોજાયેલ બેઠકમાં  લેવાયેલ નિર્ણય મુજબ દરેક બાર એસોશિયેશને 31મી  ઓકટઓબર સુધી સુધારેલી મતદાર યાદી મોકલવાની રહેશે.દરેક બાર એસોશિયેશને ચુટણીના 45 દિવસ પહેલા ચુટી કમિશનરની નિમણુક કરવાની રહેશે.મતદારયાદીની વાંધાઅરજી સહિતની આખરી મતદાર યાદી બાર કાઉનસીલ ઓફ ગુજરાતને 30 દિવસ અગાઉ મોકલી આપવાની રહેશે.ચુટણી પ્રક્રિયા અને પરિણામ અગેનો વાંધો ચુંટણી પ્રક્રિયાના 10 દિવસમાં કરવાનો રહેશે.આજની બેટકમાં અન્ય ધારાશાસ્ત્રીઓએ ભાગ લીધો હતો.