ગુજરાતના 45થી વધુ તાલુકામાં કમોસમી વરસાદી ઝાપટા

0
18

ગુજરાતના વાતાવરણમાં દરિયામાં સર્જાયેલા લો પ્રેશરને કારણે અચાનક પલટો જોવા મળ્યો હતો.આજે રાજ્યના 45 તાલુકામાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો.મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગદ્વારા હજુ પણ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લગ્ન સિઝન પણ હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.તો કમોસમી વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં પણ ઠંડક થઈ છે.જો કે કમોસમી વરસાદના કારણે હાલ ઊભા પાકને નુકસાન થયું છે.તો આગોતરૂ શિયાળુ વાવેતરમાં પણ વરસાદથી નુકશાનની શક્યતા સેવાઈ રહી છે. રાજયમાં આ સ્થળોએ વરસાદ પડયો હતો.

કડી મહેસાણા મેંદરડા
વડનગર પાટણ રાધનપુર
સિદ્ધપુર ઈડર પોશીના
વડગામ ધાનેરા દાંતા
વિસનગર સમી બાવળા
જોટાણા ખેડબ્રહ્મા દિયોદર
લાખણી કલોલ સતલાસણ
માંડલ પાલનપુર વડગામ
ધાનેરા જૂનાગઢ વિજયનગર
બેચરાજી ઉંઝા કાંકરેજ
વડાલી તસલાસણ ચાણસ્મા
ડાંગ પંચમહાલ ખેરાલુ
પાટડી નર્મદા સારબકાંઠા ગ્રામ્ય