ગુજરાતમાં નવા 25 કેસ સામે 26 દર્દી ડિસ્ચાર્જ: એક્ટિવ કેસ ઘટીને 309 થઈ ગયા

0
19
Coronavirus-covid-19-infecting-respiratory-system-Pandemic-medical-health-shut.jpg

રાજ્યમાં આજે કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. દિવાળી બાદ કેસો ધીમી ગતિએ વધી રહ્યા હતા જેમાં આજે રાહત જોવા મળી છે. ગુજરાતમાં છેલ્લા ર4 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 25 કેસો નોંધાયા છે અને તેની સામે 26 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ એક્ટિવ કેસ ઘટીને 309 થઈ ગયા છે.છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 9, સુરત અને વડોદરા 6 કેસ, ભરૂચ-ગાંધીનગર-કચ્છ-નવસારીમાં 1 કેસ સામે આવ્યો છે. રાજયમાં કુલ 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 305 દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક 10091 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 827231 પર પહોંચ્યો છેરાજ્યના અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ એમ કુલ 26 જિલ્લામાં કોઇ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે કોઇ કેસ નોંધાયો નથી.