ગુજરાત હાઈકોર્ટના નવ નિયુક્ત જસ્ટીસઅરવિંદ કુમારની શપથવિધિ

0
23

ગુજરાતની વડી અદાલતના નવ નિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ અરવિંદકુમારને રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં આયોજીત સમારોહમાં હોદાના શપથ લેવડાવ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય તેમજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો, અધિકારીઓ, આમંત્રીતો ઉપસ્થિત હતા. રાજયપાલ, મુખ્યમંત્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષાઓ જસ્ટીસ અરવિંદકુમારને પુષ્પગુચ્છ અર્પણ કરી નવા પદભારની શુભેચ્છા પાઠવી હતી.