ચાલુ સપ્તાહમા રાજયમાં માવઠુ પડવાની વકી

0
16

અરબી સમુદ્રમાં સરકયુલેશનન મજબૂત બનીને લો-પ્રેશર બનશે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી વચ્ચે આવતા બે દિવસમાં હવામાન પલ્ટો થવા સાથે માવઠાની શકયતા ઉભી થઈ છે.19થી 20 દરમિયાન કેટલાક ભાગોમાં ઝાપટાં, હળવો વરસાદ કે કયાંક મધ્યમ વરસાદની શકયતા હોવાનું
જુદા જુદા ભાગોમાં બેથી વધુ સીસ્ટમ ધમધમી છે. ઉત્તરીય અંદામાનના દરિયામાં બંગાળની ખાડીને લાગુ વિસ્તારમાં લો-પ્રેશર છે તેને આનસાંગિક અપર એર સાયકલોનિક સરકયુલેશન 5.8 કિલોમીટરના લેવલે છવાયું છે. આ સિસ્ટમ પશ્ચીમ ઉત્તર પશ્ચીમ તરફ ગતિ કરે છે. બે-ત્રણ દિવસમાં દક્ષિણ આંધ્રપ્રદેશ તથા ઉત્તરિય તામિલનાડુના સાગરકાંઠા પર પહોંચવાની શકયતા છે.

આ સિવાય એક અપર એર સાયકલોનિક સરકયુલેશન કર્ણાટકની અરબી સમુદ્ર તરફ આવ્યું છે. હાલમાં તટીય કર્ણાટક તથા ગોવાની પશ્ચીમે છે. આવતા ચોવીસ કલાકમાં મજબૂત થઈને લો-પ્રેશર બનશે. બે-ત્રણ દિવસ તે મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં રહેશે અને પશ્ચીમ ઉત્તર પશ્ચીમ તરફ ગતિ કરશે. આ બન્ને યુએસ-લોપ્રેશર સિસ્ટમની વચ્ચે 4.50 કિલોમીટરના લેવલે બહોળું સરકયુલેશન પણ સર્જાયું છે. ઉપરાંત એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ છે જે 18મી નવેમ્બરે ઉત્તર પશ્ચીમી ભારતને અસર કરશે.

પ્રવર્તમાન વાતાવરણમાં સૌરાષ્ટ્ર કરતા પણ કચ્છમાં ઠંડીનો ચમકારો વધુ છે. કંડલાનું તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું તે નોર્મલ કરતા ચાર ડિગ્રી વધુ છે. સૌરાષ્ટ્રના સેન્ટરોમાં રાજકોટનું ન્યુનત્તમ તાપમાન 15.7 ડિગ્રી તથા પોરબંદર 16.3 ડિગ્રી હતું તે નોર્મલ કરતા ત્રણ ડિગ્રી નીચું છે. અમરેલીનું 16 ડિગ્રી તાપમાન નોર્મલ કરતા એક ડિગ્રી નીચું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં 17થી 20 નવેમ્બર દરમિયાન માવઠું થવાની શકયતા છે. આ દરમિયાન છૂટાછવાયા ઝાપટાં, હળવો વરસાદ કે કયાંક મહત્તમ વરસાદની પણ શકયતા છે. 18 અને 19મીએ દિવસનો ભેજ પણ વધશે. અવારનવાર વાદળો દેખાશે એટલે ન્યુનત્તમ તાપમાન વધશે છતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આ સમયગાળામાં પવન ઉત્તર પૂર્વ-પૂર્વનો રહેવાની શકયતા છે.