ચીનના વેટ માર્કેટ્સમાંથી માણસો માટે ખતરનાક વધુ ૧૮ વાઇરસની શોધ કરાઈ

0
16
coronav660-7.jpg

ચીન, અમેરિકા, બેલ્જિયમ અને ઑસ્ટ્રેલિયાના રિસર્ચર્સ દ્વારા આ રિસર્ચમાં એવાં પ્રાણીઓની શોધ કરવાનો દાવો કરવામાં આવ્યો છે કે જેનો ચીનમાં સામાન્ય રીતે શિકાર કરવામાં આવે છે કે પછી જેને ભોજનમાં લેવામાં આવે છે. 

વિજ્ઞાનીઓએ ચીનના કુખ્યાત વેટ માર્કેટ્સમાં વધુ ૧૮ ખતરનાક વાઇરસની શોધ કરી છે જેનાથી પ્રાણીઓ અને માણસો સંક્રમિત થઈ શકે છે. વ્યાપકપણે માનવામાં આવી રહ્યું છે કે ચીનના વુહાનના સી-ફૂડ માર્કેટથી જ કોરોના વાઇરસ ફેલાયો હતો.
વિજ્ઞાનીઓએ ૧૭૨૫ જંગલી પ્રાણીઓનું ઍનૅલિસિસ કર્યું હતું, જેમના નમૂના સમગ્ર ચીનમાંથી લેવામાં આવ્યા હતા. ચીન, અમેરિકા, બેલ્જિયમ અને ઑસ્ટ્રેલિયાના રિસર્ચર્સ દ્વારા આ રિસર્ચમાં એવાં પ્રાણીઓની શોધ કરવાનો દાવો કરવામાં આવ્યો છે કે જેનો ચીનમાં સામાન્ય રીતે શિકાર કરવામાં આવે છે કે પછી જેને ભોજનમાં લેવામાં આવે છે.
નાનજિંગ ઍગ્રીકલ્ચર યુનિવર્સિટી ઑફ ચાઇનાની વેટરિનરી મેડિસિન કૉલેજની સાથે જોડાયેલા રિસર્ચ પેપરના રાઇટર શુઓ સુએ કહ્યું હતું કે ‘કુલ ૭૧ વાઇરસ રિસર્ચમાં મળી આવ્યા છે જેમાંથી ૪૫ વિશે પહેલી વખત જાણ થઈ છે જેમાંથી ૧૮ એવા છે કે જેની ઝપટમાં પ્રાણીઓ અને માણસો આવી શકે છે.’