જંગલમાં હાથી લોખંડની વાડ પર ચડીને બીજી તરફ ઊતર્યો

0
17

વિડિયો આઇએએસ અધિકારી સુપ્રિયા સાહૂએ ૧૭ નવેમ્બરે ટ્વિટર પર અપલોડ કર્યો છે. અત્યાર સુધી આ વિડિયોને ૨.૫ લાખ કરતાં વધુ વ્યુઝ અને ૨3,૦૦૦ જેટલી લાઇક્સ મળી છે. 

પ્રાણીઓને જો તેમની રીતે રહેવા મળે તો તેઓ ઘણાં એવાં કરતબ કરે જેની આપણે કદી કલ્પના પણ ન કરી હોય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જંગલમાં પ્રાણીઓ અને એમાં પણ હાથી લોખંડની વાડ કુદાવી જાય? તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક હાથી જંગલમાં લોખંડની વાડને કુદાવી જવાનો પ્રયાસ કરે છે અને એમાં એ સફળ પણ થાય છે. હાથી માટે લોખંડની વાડ કુદાવી જવી મુશ્કેલ હતી, પરંતુ તેણે જે રીતે વાડ કુદાવી એ વિડિયો ખરેખર આશ્ચર્ય પમાડે છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે પહેલાં હાથી એના આગળના એક પગને ધીમે રહીને બીજી તરફ મૂકે છે. પછી આગળના બીજા પગને આગળની તરફ મૂકીને ત્યાર બાદ આખા શરીરને વાડ પર ચડાવીને ધીમે-ધીમે વાડ ઓળંગી જાય છે. આ વિડિયો ભલભલાની બોલતી બંધ કરી શકે એવો છે. વિડિયો આઇએએસ અધિકારી સુપ્રિયા સાહૂએ ૧૭ નવેમ્બરે ટ્વિટર પર અપલોડ કર્યો છે. અત્યાર સુધી આ વિડિયોને ૨.૫ લાખ કરતાં વધુ વ્યુઝ અને ૨3,૦૦૦ જેટલી લાઇક્સ મળી છે.