જોધા અકબરની ‘સલીમા બેગમ’ મનીષા યાદવ’નું 29 વર્ષની ઉંમરે નિધન

0
28

તાજેતરમાં જ મનીષાએ પોતાના એક વર્ષના પુત્રનો જન્મદિવસ ઉજવી સોશ્યલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટ કરી હતી, બ્રેઇન હેમરેજ તેમના મોતનું કારણ બન્યું

ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ ‘જોધા અકબર’ ફેમ મનીષા યાદવનું નિધન થયું છે. તેણે આ શોમાં સલીમા બેગમની ભૂમિકા ભજવી હતી. અહેવાલો અનુસાર, તેમને બ્રેઇન હેમરેજ થયું હતું, ત્યારબાદ તેમણે સારવારમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચારની પુષ્ટિ કરતા કો-સ્ટાર પરિધિ શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પરિધિએ કહ્યું કે, મનીષાનું મૃત્યુ બ્રેઇન હેમરેજને કારણે થયું છે. જોકે, હું તેની સાથે વધારે સંપર્કમાં નહોતી.
પરિધિ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મનીષા યાદવની તસવીર સાથે સ્ટોરી શેર કરી અને લખ્યું, ‘આ સમાચાર દિલ તોડનાર છે. RIP મનીષા યાદવ.’

પરિધિએ કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિએ ‘જોધા અકબર’ ના વોટ્સએપ ગ્રુપમાં આ માહિતી આપી ત્યારે અમે બધા આ વાંચીને ચોંકી ગયા. મનીષા પણ આ ગ્રુપનો એક ભાગ હતી. મને યાદ નથી કે મારી છેલ્લી વાત મનીષા સાથે ક્યારે થઈ હતી, પરંતુ જ્યારે અમે વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ત્યારે અમે વાતો કરતા હતા.

તાજેતરમાં મનીષા યાદવે તેના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો જે એક વર્ષનો થયો છે. તસવીરો શેર કરતી વખતે તેણે એક ભાવનાત્મક પોસ્ટ પણ લખી હતી.