તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ‘નટુ કાકા’નું કેન્સરને લીધે થયેલ મોત

0
22

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો માં લોકોનું મનોરંજન કરાવનારા ઘનશ્યામભાઈ નાયક (નટુકાકા) નું કેન્સરની ટુંકી બીમારી બાદ આજે દુઃખદ નિધન થતા સિરિયલના ફેન્સમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. આ સાથે તારક મહેતા સિરિયલના તમામ કલાકારોમાં ભારે દુ:ખ જોવા મળી રહ્યું છે.

‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.

ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું. આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.સોશિયલ મીડીયામાં ચાહકોએ ઘેરા શોકની લાગણી વ્યકત કરી.તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફ્રેમ ના ડીરેકટર અસીત મોદી શોક વ્યકત કરતી ટવીટ કરી.