દિલ્હી વિધાનસભાની પેનલે કંગના રનૌતને સમન્સ પાઠવ્યું

0
13
kangana_rangoli3-11-2020_d.jpg

આ મામલામાં દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

દિલ્હી એસેમ્બલીની પીસ એન્ડ હાર્મની કમિટીએ અભિનેત્રી કંગના રનૌતને સમન્સ જારી કર્યું છે. કંગનાને 6 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યા સુધીમાં સમિતિ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ સમિતિના અધ્યક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા છે. શીખ સમાજ પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને કારણે આ સમન્સ જારી કરવામાં આવ્યું છે. કંગના રનૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શીખ સમુદાય વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી.

આ મામલામાં દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. એસેમ્બલી કમિટીનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં કંગનાએ ખેડૂતોના વિરોધને ખાલિસ્તાની આંદોલન ગણાવ્યું હતું. અભિનેત્રીએ શીખ સમુદાય વિરુદ્ધ અપમાનજનક અને છબી ખરાબ કરતી ભાષાનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંક કમિટીની ફરિયાદ અનુસાર શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જાણીજોઈને આવી પોસ્ટ કરવામાં આવી હતી. આ પછી તેને પણ શેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા મહિનાઓથી કંગના પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. લોકોએ સોશિયલ મીડિયા પર મહાત્મા ગાંધીની વાંધાજનક ટિપ્પણી માટે તેમના વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મહાત્મા ગાંધીના અહિંસાના મંત્રની મજાક ઉડાવતા કંગનાએ કહ્યું હતું કે “વધુ એક ગાલ ફેરવવાથી ભિક્ષા મળે છે, સ્વતંત્રતા નહીં. કંગનાએ ટિપ્પણી કરી હતી કે સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધીનું સમર્થન મળ્યું ન હતું.”