નવસારીની યુવતી પર બળાત્કાર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જોડાઈ

0
15

નવસારીની યુવતી પર બળાત્કાર કેસની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રખ્યાત ટીમ પાસે છે. વલસાડથી યુવતીનો મૃતદેહ દેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ યુવતીની ડાયરીમાં ચોંકાવનારા ખુલાસા થયા

નવસારીની યુવતી પર બળાત્કાર કેસની તપાસમાં હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ  જોડાઈ છે. DGP ના આદેશથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા પહોંચી હતી. કથિત ઘટના સ્થળે તપાસ પણ શરુ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI અશરફ બલોચ અને PI હરિત વ્યાસ પોતાની ટિમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ ટેક્નિકલ ટિમ હતી. બહુચર્ચિત નવલખી દુષ્કર્મ કેસના આરોપીઓને ઝડપી પાડનારી ટિમ નવસારીની યુવતીના આરોપીઓને શોધવા મેદાને આવી છે. જોવું રહ્યું આ કેસ કેટલા સમયમાં ઉકેલાય છે. અને યુવતીને ક્યારે ન્યાય મળે છે.

વલસાડ  રેલવે સ્ટેશન નજીક યુવતીની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મૃતક યુવતી માત્ર 18 વર્ષની હતી અને વડોદરાની NGO માં કામ કરતી હતી. અને યુવતી સાથે બે યુવકોએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. વડોદરા રેલવે એસપી પરીક્ષિતા રાઠોડનું કહેવું છે કે, તપાસ દરમિયાન અમને યુવતીની ડાયરી મળી છે જેમાં દુષ્કર્મનો ઉલ્લેખ છે પરંતુ મેડિકલ રિપોર્ટ આવ્યા પહેલા અમે દુષ્કર્મ થયું છે કે કેમ તેના પર વધુ નહીં કહીં શકીએ.

યુવતીએ પોતાની સંસ્થાની મહિલાને મદદ માટે કોલ પણ કર્યો હતો. જો સમયસર પોલીસને જાણ કરી હોત તો યુવતીનો જીવ બચાવી શકાયો હોત. આ મુદ્દે તપાસ ચાલુ છે અને સંસ્થા મહિલાની બેદરકારી જણાશે તો પગલાં લેવામાં આવશે.બીજી તરફ બળાત્કાર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ છે. DGPના આદેશ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI અશરફ બલોચ અને PI હરિત વ્યાસ પોતાની ટીમ સાથે વડોદરા પહોંચી ગયા છે. સમગ્ર કેસમાં પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. સમગ્ર મામલે હાલમાં યુવતીના મેડિકલ રિપોર્ટની રાહ પોલીસ જોઈ રહી છે. મહત્વનું છે કે, વલસાડ રેલવે પોલીસ યુવતીના આત્મહત્યાના બનાવને પગલે તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને યુવતીના ઘરેથી તેની નોટ મળી હતી. જેમાં યુવતીએ પોતાના પર થયેલી ઘટનાની નોંધ કરી હતી. જેમાં તેણે લખ્યું હતુ કે, “વડોદરાના દિવાળીપુરામાં આવેલા વેક્સિન સેન્ટરના કમ્પાઉન્ડમાં બે રિક્ષામાં આવેલા યુવકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.