નવાઝુદ્દીન, રામ માધવાણી અને વીર દાસને એમી અવૉર્ડ્સમાં નૉમિનેશન મળ્યું

0
17

વીર દાસ હાલમાં જ કન્ટ્રોવર્સીનો ભોગ બન્યો હતો. તેના ઍક્ટ ‘ટૂ ઇન્ડિયાઝ’ને કારણે તે વિવાદમાં આવ્યો હતો.

નવાઝુદ્દીન સિદ્દીકી, રામ માધવાણી અને વીર દાસને ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સ માટે નૉમિનેશન મળ્યું છે. ૪૯મા એડિશનમાં ટેલિવિઝન પ્રોગ્રામમાં ખૂબ જ સારું કામ કરનાર આર્ટિસ્ટનું સન્માન કરવામાં આવશે. આ માટે ઇન્ડિયાનો ત્રણ કૅટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૪ દેશના આર્ટિસ્ટ્સને આ શોની અગિયાર કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી છે. સુધીર મિશ્રાની ‘સિરિયસ મૅન’માં નવાઝુદ્દીને કામ કર્યું હતું. ઍક્ટર દ્વારા આપવામાં આવેલા બેસ્ટ પર્ફોર્મન્સની કૅટેગરીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુસ્મિતા સેનની ‘આર્યા’ને પણ નૉમિનેશન મળ્યું છે.
રામ માધવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા આ શોને બેસ્ટ ડ્રામા કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું છે. આ શો ડચ સિરીઝ ‘પેનોઝા’ પરથી બનાવવામાં આવ્યો હતો. આ બે નૉમિનેશન બાદ ત્રીજું નૉમિનેશન વીર દાસનું છે.
વીર દાસ હાલમાં જ કન્ટ્રોવર્સીનો ભોગ બન્યો હતો. તેના ઍક્ટ ‘ટૂ ઇન્ડિયાઝ’ને કારણે તે વિવાદમાં આવ્યો હતો.
વીર દાસના શો ‘વીર દાસ : ફૉર ઇન્ડિયા’ને કૉમેડી સ્પેશ્યલ કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું છે. આ શોમાં વીર દાસે ઇન્ડિયાના ઇતિહાસ એટલે કે વેદથી લઈને બૉલીવુડ સુધીની સફર વિશે વાત કરી છે.