નવોઢાની ઉસ્તાદી : લગ્નનો ખર્ચ બચાવીને ૪ હનીમૂન માણ્યાં

0
19

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં યુલિયા જણાવે છે.

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં યુલિયા જણાવે છે, ‘મારા લગ્ન માટે ૧૫,૦૦૦ ડૉલર (૧૧.૧૩ લાખ રૂપિયા) ખર્ચ થવાનો હતો. એને કારણે મને અને મારા ફિયાન્સેને બહુ સ્ટ્રેસ થતું હતું અને અમારા પરિવારના સભ્યો પણ બહુ બખેડા કરતા હતા. જોકે મહેમાનોને બોલાવી તેમની આગતા-સ્વાગતા કરવાની કે સરસમજાનો વેડિંગ ડ્રેસ લેવાની મારી કોઈ ઇચ્છા નહોતી. એક દિવસ અમે મૅરેજના બધા પ્લાન કૅન્સલ કરીને કોઈ પણની હાજરી વિના માત્ર બે બેસ્ટ ફ્રેન્ડને બોલાવી ૫૦ ડૉલરનો વેડિંગ ડ્રેસ ખરીદીને પરણી ગયાં. આ નિર્ણયને જીવનનો શ્રેષ્ઠ નિર્ણય ગણાવી યુલિયા બચાવેલા પૈસામાં ગ્રીસ, ઇટલી, હવાઈ અને મૉરોક્કોમાં ફરીને જલસા કરી આવી. સોશ્યલ મીડિયા પર યુલિયાના આ વિચારને લોકોનો આવકાર મળ્યો છે.