નોર્વેના કોંગ્સબર્ગમાં હુમલાખોરે તીર-કમાનથી કરેલ હુમલામાં 5 લોકોના મોત, 2 ઘાયલ

0
16

નોર્વેમાં એક શખ્સે તીર-કમાનથી હુમલો કર્યો હતો, જેમાં પાંચ લોકોના મોત થયા છે.

દક્ષિણપૂર્વ નોર્વેના કોંગ્સબર્ગ શહેરમાં હુમલાખોરે તીર-કમાનથી હુમલો કર્યો હતો. જેમાં પાંચ લોકોના મોત થયા છે, તેમજ આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્સબર્ગના ટાઉન સેન્ટરમાં અનેક સ્થળોએ થયેલા હુમલા પાછળનો હેતુ હજુ અસ્પષ્ટ છે. પોલીસે આતંકવાદી ઘટના હોવાની વાતને નકારી છે.

પોલીસ અધિકારી ઓવિંદ આસે પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બંને ઘાયલોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં એક પોલીસ અધિકારી પણ છે જે ડ્યુટી પૂરી થયા બાદ એક જનરલ સ્ટોર પર માલ લઈ રહ્યો હતો. આ દરમિયાન એક માથાભારે યુવકે તીર માર્યું અને પાંચ લોકોના જીવ લઈ લીધા.

કોંગ્સબર્ગ પોલીસ ચીફ ઓવિંદ આસે જણાવ્યું હતું કે હુમલાખોરની ઘટના સ્થળેથી 25 કિમી દૂર ડ્રેમેન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે પોલીસ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ઘેરાબંદી કરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કોંગ્સબર્ગના રહેવાસી ડેનિશ તરીકે કરી છે, હુમલાખોર સામે અગાઉ કોઈ આરોપ નથી. અચાનક 12 ઓક્ટોબરની રાત્રે તેણે તીરથી હુમલો કરવાનું શરૂ કર્યું. જેમાં પાંચ લોકોના મોત થયા હતા.