પંજાબઃ પઠાણકોટ સૈન્ય છાવણીની બહાર ગ્રેનેડ હુમલો, સમગ્ર જિલ્લામાં એલર્ટ

0
13

 સેનાના ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ ફેંક્યો. બાઇક પર કેટલા લોકો હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા, ક્યાં ગયા હતા તે અંગે હાલમાં કોઈ ચોક્કસ માહિતી મળી નથી.

પંજાબના પઠાણકોટ શહેરના લશ્કરી વિસ્તાર ત્રિવેણી ગેટ  પાસે ગઈકાલે મોડી રાત્રે લગભગ એક વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ ગ્રેનેડ વડે હુમલો (કર્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ પોલીસે  સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે. પઠાણકોટના એસએસપી સુરિન્દર લાંબા સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે. સૈન્ય વિસ્તારની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરામાંથી કડીઓ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

મીડિયા રિપોર્ટ માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે પઠાણકોટના કાથવાલા પુલથી ધીરા તરફ જઈ રહેલા સેનાના ત્રિવેણી ગેટ પર મોટરસાઈકલ સવારોએ ગ્રેનેડ ફેંક્યો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. જોકે, ગેટ પર ફરજ પરના જવાન થોડા અંતરે દૂર હતા. જેથી બોમ્બ ઘડાકાથી કોઈને ઈજા થઈ ન હતી. સૈન્ય અધિકારીઓ પણ એ કહી શકતા નથી કે ગ્રેનેડ ફેંકનારા બાઇક સવારો ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા.

વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પઠાણકોટના એસએસપી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પંજાબ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં આવવા જવાના દરેક નાકા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગઈકાલે મોડી રાત્રે કેટલાક લોકો મોટર સાઇકલ પર આવ્યા હતા અને સેનાના ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ ફેંક્યો. બાઇક પર કેટલા લોકો હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા, ક્યાં ગયા હતા તે અંગે હાલમાં કોઈ ચોક્કસ માહિતી મળી નથી. સૈન્ય છાવણીની આસપાસ લાગેલા તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. તેના આધારે આગળની તપાસ કરવામાં આવશે. હાલ શહેરમાં પ્રવેશવાના તમામ નાકા સહીત મહત્વના તમામ પોઈન્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.