પાટીલનો પહેલો પ્રશ્ન ગાંધીનગરમાં ભાજપની ભવ્ય જીત બાદ પાટીલનો પહેલો પ્રશ્ન કેમ ત્રણ બેઠક ઓછી મળી

0
20

ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપને ત્રણ બેઠકો કેમ ઓછી મળી છે ? તેવો પ્રશ્ન પ્રદેશ અધ્યક્ષ પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાની રસાકસીભરી ચૂંટણીમાં ભાજપના વિજય અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ પાટીલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ત્રણ બેઠકો ઓછી કેમ આવી છે? તેવો પ્રશ્ન કર્યો હતો આ અંગે ભુપેન્દ્રભાઈ પટેલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પાટીલે કરેલા પ્રશ્નો જાહેરમાં સ્વીકાર કર્યો હતો અને ઉત્તર આપ્યો હતો કે પ્રદેશ અધ્યક્ષ ના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણી આયોજીત કરવામાં આવી હતી ત્યારે પાટીલે કરેલ આ પ્રશ્ન સમય મારા મગજમાં એમ હતું કે તેઓ ગુજરાત વિધાનસભાની 182 બેઠક પ્રમાણે ચાલવાનું છે. અને તે મુજબ જ આગામી સમયમાં કામ કરવાનું રહેશે એવું નિવેદન કરતા કમલમ ખાતે ઉપસ્થિત કાર્યકરોએ મુખ્યમંત્રીના આ જવાબને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.