પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરતા ખંભાતના પરિવારને ધોળકા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો, કાર અને ટેન્કરની ટક્કરમાં 5નાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત

0
14

 

અમદાવાદ નજીક ધોળકાના વાયણા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે,જેમાં પાંચ લોકોના મોત થયા છે. તેમજ ચાર લોકો ઇજાગ્રસ્ત

ધોળકા નજીક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર સાથે અકસ્માત બાદ ઈકો કાર આગળના ભાગથી પડીકું વળી ગઈ હતી. હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.