પિતા સચિને શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીનું ગળું દબાવી કરી હતી હત્યા

0
29

સચિન અને મહેંદી લિવ ઈનમાં રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું : સચિને શિવાંશને વડોદરાથી લઈ ગાંધીનગર ગૌશાળામાં મૂકી પોતે કોટા ભાગી ગયો હતો

ગાંધીનગરમાં તરછોડાયેલા બાળકનો મામલે મોટો ખુલાસો થયો છે. પિતા સચિને શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સચિન દીક્ષિતે પ્રથમ હિનાની હત્યા કર્યા પછી મૃતદેહ ઘરમાં જ બેગમાં પેક કરીને મૂકી દીધો અને બાદમાં શિવાંશને તરછોડી ફરાર થયો હતો. આ અંગે ગાંધીનગર પોલીસે માહિતી આપી છે. રેન્જ આઈજી અભય ચુડાસમા અને એસપી મયૂર ચાવડાના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ગાંધીનગરનાં પેથાપુરમાં બાળકને ત્યજી દેવાના મામલામાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં બાળકને તરછોડી દેનાર પિતા સચિને બાળકની માતા અને પોતાની પ્રેમિકા હીના (ઉર્ફ મહેંદી)ની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત સચિનની કાયદેસરની પત્ની અનુરાધાએ પણ ઘણી મહત્ત્વની માહિતી આપી છે. સચિન દીક્ષિતે હીના (મહેંદી) નામની યુવતી સાથે લિવ ઇનમાં વડોદરામાં દર્શનમ ઓવરસીઝના જી-102 ફ્લેટમાં રહેતો હતો અને શનિ-રવિવારે ગાંધીનગર પોતાના પરિવાર પાસે આવી જતો હતો. સચિનનાં લગ્નની જાણ મહેંદીનાં પરિવારને પણ હતી. જોકે ગાંધીનગરમાં રહેતી સચિનની પહેલી પત્નીને કોઈ જાણ ન હોવાનું સામે આવ્યું છે.સચિન દિક્ષીત મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને ગાંધીનગર સેક્ટર 26માં ગ્રીનસિટી સોસાયટીમાં રહે છે. સચિન વડોદરાની ઓઝોન કંપનીમાં કામ કરે છે. પોલીસ દ્વારા સચિન દિક્ષિત અને પત્નીને પૂછપરછ માટે ગાંધીનગર લવાયા છે. જેમાં સચિનની પત્નીએ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. પત્ની બાળક અને પતિના પ્રેમ સંબંધને લઈને અજાણ હોવાનું સામે આવ્યું છે.

સચિન દિક્ષિતની પ્રેમિકાને લઈને પોલીસે તપાસ શરુ કરી દીધી છે. સચિન દીક્ષિત મહેંદી ઉર્ફે હિના પેથાણી નામની છોકરી સાથે પ્રેમમાં હતો. મહેંદી અમદાવાદમાં જે શો રૂમમાં નોકરી કરતી હતી ત્યાં સચિન સાથે મુલાકાત થઈ હતી. પ્રેમમાં પડ્યા બાદ મહેંદી અને સચિન અમદાવાદમાં સાથે રહેવા લાગ્યા હતા. 6 મહિના સાથે રહ્યા બાદ બંને છુટા પડી ગયા હતા. જો કે, મહેંદીએ ફરી સચિનનો સંપર્ક કર્યો હતો અને ફરી બંનેએ સાથે રહેવાની શરૂઆત કરી હતી. વર્ષ 2020માં મહેંદીએ બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ શિવાંશ રાખવામા આવ્યું હતું. છેલ્લા બે મહિનાથી લગભગ જૂનથી વડોદરાની એક કંપનીમાં સચિનને નોકરી મળતા મહેંદી, શિવાંશ અને સચિન વડોદરામાં રહેવા ગયા હતા.

બીજી તરફ સચિનની પત્નીએ આ મામલે કંઈજ ખબર નહીં હોવાનું જણાવ્યું છે. પત્નીએ કહ્યું છે કે, સચિનની પ્રેમીકા અંગે હું કંઈ જ જાણતી નથી. મારી ગેરહાજરીમાં સચિને આ કારસ્તાન કર્યું હોવાનું પત્ની રટણ કરી રહી છે. પત્નીએ કહ્યું છે કે, હું પરિવાર સાથે રાજસ્થાનના કોટા ગઈ હતી ત્યારે આ સચિને આ કાંડ કર્યું છે.

સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને જરૂરો સૂચનાઓ આપી હતી તેમણે ખૂણે બાળકના વાલીને શોધવા અંગત રસ દાખવ્યો હતો. ગઈકાલે ગૃહમંત્રી દ્વારા સંબોધાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તરછોડાયેલા બાળક શિવાંશ અંગે માહિતી આપવામાં આવી હતી. એ પછી શિવાંશને તરછોડી જનાર તેના પિતા સચિન દીક્ષિતની શોધખોળ કરવામાં આવી હતી અને તેને ઝડપીને આજે વહેલી સવારે ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. તેની માનસિક હાલત સારી ન હોવાથી પોલીસે શાંતિથી વિશ્વાસમાં લઇને પૂછપરછ કરી હતી. જેમાં તેણે સિલસિલા બંધ જે સ્ટોરી કહી છે તે ઘણી જ ચોંકાવનારી છે.સચિનને પરિવાર સાથે વતન જવાનું હતું, મહેંદીએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે, તું વતન જવાનું રહેવા દે અને મારી સાથે જ હંમેશા માટે રહે. મહેંદીની જીદથી બન્ને વચ્ચે ઝગડો અને ઝપાઝપી થઇ. અંતે સચિને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહને એક બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધી હતી.