પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, AIIMSમાં દાખલ કરાયા

0
15
image_1592807402.jpg

શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળે છે

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેઓને એઈમ્સમાં દાખલ કરાયા છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.

મળતા અહેવાલો મુજબ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની આજે મંગળવારે તબીયત બગડી છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. પૂર્વ વડાપ્રધાન ચેસ્ટ કન્જેશનની ફરિયાદ કરી રહ્યા હતા. તેમને એઇમ્સના સી એન ટાવરમાં એડમિટ કરવામાં આવ્યા છે. ડો મનમોહન સિંહની તપાસ માટે એઇમ્સ એક મેડિકલ બોર્ડ બનાવી રહ્યું છે, જેને ડોક્ટર ગુલેરિયા હેડ કરશે.
મનમોહન સિંહ આ વર્ષે 19 એપ્રિલના રોજ કોરોના વાઇરસથી પણ સંક્રમિત થયા હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને હળવો તાવ આવ્યા પછી તપાસમાં કોરોના સંક્રમિત થયાની જાણ થઈ હતી. પૂર્વ વડાપ્રધાને ચાર માર્ચ અને ત્રણ એપ્રિલના રોજ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. હાલ તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભા સભ્ય છે. તેઓ 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા. વર્ષ 2009માં AIIMSમાં તેમની બાયપાસ સર્જરી થઈ હતી.