પ્રચાર માધ્યમ અને સોશિયલ મીડીયાને પગલે પોલીસે આખરે નપાવટ બાપનો પતો લાગ્યો

0
30

ગાંધીનગરમાં તરછોડાયેલા બાળકનું સાચું નામ શિવાંશ છે, પિતા સચિન તેને મૂકી રાજસ્થાન ભાગી ગયો હતો,માતાના નામ અંગે હજુ સસ્પેન્સ યથાવત,પોલીસે 8 ટીમ બનાવી અને 40 સીસીટીવી તપાસ્યા

ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખ્સ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ પેથાપુર દોડી ગયા હતા અને બાળકની સંભાળ લઈ પોલીસને જરૂરી સૂચનો આપ્યા હતા. ગૃહમંત્રીના આદેશથી કામે લાગેલી પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. બાળકના પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું બહાર આવ્યું છે. સફેદ કારના આધારે પિતાની ઓળખ કરાઈ છે. એક સફેદ સેન્ટ્રો કારમાં બાળક મુકવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, રાજસ્થાન ભાગી ગયેલા સચિનને પાંચેક કલાકમાં ગાંધીનગર લવાશે. બાળકનું સાચું નામ શિવાંશ છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ બાળકના માતા-પિતાને શોધવા માટે જિલ્લાની વિવિધ 14 ટીમોએ કામગીરી હાથ ધરી હતી. સીસીટીવી થી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. વાહન રજિસ્ટ્રેશન નંબરથી માલિકના ઘર સુધી પહોંચવામાં પોલીસને મદદ મળી. આ બાળકનું નામ શિવાંશ છે અને તેની ઉંમર 8 થી 10 માસનો છે. પિતા સચિન બાળકને મુકી રાજસ્થાન ભાગી ગયો હતો, જેણે ચાર-પાચ કલાકમાં ગાંધીનગર લવાશે.
બાળકના પરિજનોની ઓળખ કરવામાં સફળતા મળી છે. પોલીસને 20 કલાક બાદ આ સફળતા મળી છે. બાળકને તરછોડનારા પિતાની ઓળખ થઈ હતી અને બાળકને મૂકવા આવેલી કારની પણ ઓળખ થઈ હતી. એવું જાણવા મળે છે કે, આ બાળક સચિનની પત્નીનું નથી. પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં સાચિન બાળકને તરછોડી ભાગી છૂટ્યો હતો.આજ સવારથી વિવિધ પ્રચાર માધ્યમો અને સોશિયલમીડીયા સાઈટસ પરથી આ ફુલ જેવા બાળકને ત્યજી દેનારા નપાવટ વાલી પર લોકોએ ફિટકાર વરસાવતા બાળકોને પર અમીવર્ષા કરતા ફોટો અનેકવાર શેર કરાયો.
ઉલ્લેખનીય છે કે, વાલી-વારસોને શોધવા માટે પોલીસની 8 ટીમ તૈયાર કરાઈ હતી.જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની 4 ટીમ તથા 2 ટીમ મહિલા પોલીસ અને 2 સ્થાનિક પોલીસની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પોલીસે 40 જેટલા સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા હતા, જ્યારે 8 ટીમ તૈયાર કરાઈ હતી. સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાંમાં પણ મોકલાઈ હતી. આ ઉપરાંત ગુજરાતમાં મિસિંગ બાળકોની માહિતી એકઠી કરવા 2 ટીમ કામે લગાવવામાં આવી હતી, જ્યારે અન્ય રાજ્યમાં મળી આવેલાં બાળકોની મિસિંગ કમ્પ્લેન નોંધાઈ છે કે નહીં એની તપાસ પણ શરૂ કરાઈ હતી. પોલીસની 1 ટીમ તમામ રાજ્યોના પોલીસ કન્ટ્રોલ રૂમને બાળકની માહિતી પહોંચાડવા કાર્યરત કરાઈ હતી.