પ્રિયંકાએ સોશિયલ મીડિયામાંથી હટાવી જોનાસ સરનેમ

0
27

સોમવારે પ્રિંયકાએ સોશિયલ મીડિયામાંથી જોનાસ સરનેમ હટાવ્યા બાદ ફેન્સને આઘાત લાગ્યો હતો. આની વચ્ચે પ્રિયંકાએ નિક જોનાસની વીડિયો પર કોમેન્ટ કરી શું કહ્યું જાણો.

સોમવારે પ્રિંયકા ચોપરાએ પોતાના તમામ સોશિયલ મીડિયા હેન્ડલમાંથી જોનાસ સરનેમ હટાવી દીધી છે. જોનાસ સરનેમ હટાવ્યા બાદ ફેન્સ ચિંતામાં મુકાયા છે. ફેન્સને નિક અને પ્રિંયકાના સંબંધને લઈ શંકા થઈ રહી છે. આની વચ્ચે પ્રિંયકાએ નિકના એક વીડિયો પર કોમેન્ટ કરતાં ચિત્ર સ્પષ્ટ થયું છે.

પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે જ સમયે, તે પતિ નિક જોનાસ સાથે તેની ઘણી તસવીરો શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં પ્રિયંકા ચોપરાના આ પગલાથી લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. હાલમાં, પ્રિયંકા ચોપરા અથવા તેની ટીમ તરફથી તેના નામમાંથી જોનાસ સરનેમ હટાવવા અંગે કોઈ  કોમેન્ટ અથવા સત્તાવાર નિવેદન આવ્યું નથી.

અભિનેત્રીએ ગઈ કાલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી `જોનાસ` હટાવ્યા પછી પ્રિયંકાની માતા મધુ ચોપરાએ નિક અને પ્રિયંકાના લગ્નમાં મુશ્કેલીની તમામ અફવાઓને નકારી કાઢી હતી. તેણે અફવાઓનું ખંડન કર્યું.

આ દરમિયાન પતિ નિક જોનાસના વર્કઆઉટ વીડિયો પર પ્રિયંકા ચોપરાની કોમેન્ટ ફેન્સને રાહત આપે છે. કોમેન્ટ પરથી લાગે છે કે બંને વચ્ચે બધું બરાબર છે. અમેરિકન ગાયકે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેનો વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખેલુ છે કે, `મન્ડે મોટિવેશનલ, ચાલો તેને મેળવીએ.`પ્રિયંકએ નિકની પોસ્ટ પર સૌપ્રથમ કોમેન્ટ હતી. પ્રિયંકાએ લખ્યું કે, `અરે! હું તમારી બાહોમાં જ મરી ગઈ.` તાજેતરમાં જ પ્રિયંકા અને નિક તેમના નવા લોસ એન્જલસના ઘરે શિફ્ટ થયા છે. બંનેએ તેમની પહેલી દિવાળી પણ તેમના પહેલા ઘરમાં સાથે મનાવી હતી. અને કપલ હંમેશની જેમ ખુશ દેખાતું હતું.

પ્રિયંકએ નિકની પોસ્ટ પર સૌપ્રથમ કોમેન્ટ હતી. પ્રિયંકાએ લખ્યું કે, `અરે! હું તમારી બાહોમાં જ મરી ગઈ.` તાજેતરમાં જ પ્રિયંકા અને નિક તેમના નવા લોસ એન્જલસના ઘરે શિફ્ટ થયા છે. બંનેએ તેમની પહેલી દિવાળી પણ તેમના પહેલા ઘરમાં સાથે મનાવી હતી. અને કપલ હંમેશની જેમ ખુશ દેખાતું હતું.